Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

'મેક ઇન ઇન્ડિયા' બન્યુ 'રેપ ઇન ઇન્ડિયા'

લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજનના સરકાર ઉપર પ્રહારો : રોજ ૧૦૬ રેપની ઘટના બને છેઃ ૧૦ માંથી ૪ સગીરા હોય છેઃ ૪ ઘટનામાંથી માત્ર ૧ને સજા

નવી દિલ્હી,તા.૧૦: લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ એક વાર ફરી વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. મહિલાઓ વિરૂધ્ધ ગુના પર સરકારને ધેરાવો કરીને ભારત 'મેક ઇન ઇન્ડિયા'થી 'રેપ ઇન ઇન્ડિયા' તરફ આગળ વધી રહ્યું છે. તે પહેલા પક્ષના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલગાંધીએ ભારતે વિશ્વની 'રેપ કેપિટલ' ગણાવી હતી.

અધીર રંજન ચૌધરીએ કહ્યું કે હિન્દુસ્તાનમાં કઠુઆથી ઉન્નાવ સુધી વારાફરતી અનેક સામૂહિક રેપની ઘટના અને પીડિતાઓને સળગાવાની ઘટનાઓ બને છે.

દરરોજની ૧૦૬રેપની ઘટનાઓ બને છે. ૧૦ માંથી ૪ નાબાલિક  હોય છે. ૪ ઘટનાઓમાંથી ૧માં સજા મળે છે. આપણા સદનમાં ઉન્નાવ પર ચર્ચા થઇ છે. પરંતુ પીડિત મહિલાનું મોત થયું છે. તે શરમજનક છે. તેઓએ વધુમાં ઉમેયું કે દુર્ભાગ્ય પૂર્ણ વાતએ છે કે વડાપ્રધાન જે દરેક મુદ્દા પર બોલે છે. આ મુદ્દા પર ચુપ કેમ છે. ભારત ધીરે-ધીરે મેક ઇન ઇન્ડિયા થી રેપ ઇન ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યા છે.  રાહુલ ગાંધી પણ વાયનાડમાં એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું કે ભારત વિશ્વની રેપ કેપિટલ બની ગઇ છે.

(3:43 pm IST)