Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ભાજપે કર્યો સતાનો દુરુપયોગ : લોકશાહીમાં મગજ નહીં નહીં, માથા જ ગણવામાં આવે છે : આઝમખાનની વ્યથા

નાગરિક સંશોધન બિલ પાસ થતા સપા સાંસદ વિફર્યા : કહ્યું નિર્ણય માત્ર તાકાતને જોરે લેવાયો

નવી દિલ્હી : લોકસભામાં સિટીઝન અમેન્ડમેન્ટ બિલ પાસ થઈ ગયું છે, પરંતુ તેના પર વિવાદ હજુ થંભ્યો નથી. ઉત્તરપ્રદેશના રામપુરથી સપાના સાંસદ આઝમ ખાને આ બિલનો જોરદાર વિરોધ કર્યો છે અને પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે લોકશાહીમાં મગજ નહીં પરંતુ માત્ર માથા જ ગણવામાં આવે છે. આઝમ ખાને કહ્યું કે ભાજપ સત્તાનો દૂરુપયોગ કરે છે. લોકો પાસે કામ નથી, આ નિર્ણય માત્ર તાકાતના જોર લેવામાં આવ્યો છે. વિપક્ષની તાકાત હાલ ઓછી છે તે પછી ગમે તેટલો વિરોધ કરે તેમની વાત સાંભળવામાં જ આવતી નથી.
 

(12:43 pm IST)