Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

NRCના અમેરિકામાં પડઘા : અમિતભાઇ શાહ સહિતના મુખ્ય નેતાઓ સામે એમેરિકન પ્રતિબંધ લાદવા માંગ

આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકન કમિશનેબિલને ખતરનાક ગણાવ્યું

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકન કમિશને(USCIRF) નાગરિકતા સંશોધન બિલને ખતરનાક ગણાવ્યો છે. આયોગે અમેરિકાની સરકારને કહ્યું છે કે, જો આ બિલ સંસદના બંને સદનોમાં પાસ થશે તો ગૃહમંત્રી અમિતભાઈ  શાહ વિરુદ્ધ અમેરિકન પ્રતિબંધ લગાવવા પર વિચાર કરવો જોઈએ.

અમેરિકન કમિશને 9 ડિસેમ્બરે જાહેર કરેલા તેમના નિવેદનમાં કહ્યું છે કે તેઓ નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં પાસ થવા અંગે ઘણાં ચિંતિત છે. સાથે જ તેમણે કહ્યું છે કે જો આ બિલ બેને સદનોમાં પાસ થઈ જશે તો ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય પ્રમુખ નેતૃત્વ વિરુદ્ધ પ્રતિબંધ લગાવવા પર વિચાર કરવો જોઈએ.આ સાથે જ કમિશને કહ્યું કે, આ બિલ ભારતીય બંધારણ અને ધાર્મિક બહુલવાદના સમૃદ્ધ ભારતીય ઈતિહાસની વિપરીત દિશામાં છે.

અમિત શાહે 9 ડિસેમ્બરના રોજ નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં રજૂ કર્યું હતું, જ્યાં આ બિલ 311 સભ્યોના સર્મથન દ્વારા પાસ થઈ ગયું હતું. 80 સભ્યોએ આ બિલ વિરુદ્ધ વોટ કર્યો હતો. હવે રાજ્યસભામાં આજે આ બિલ રજૂ કરવામાં આવશે.

લોકસભામાં અમિત શાહે કહ્યું હતું કે, અમારી અલ્પસંખ્યકોની વ્યાખ્યો ખોટી નથી. આ આખું બિલ તે ત્રણ દેશોના અલ્પસંખ્યકો માટે છે. બાંગ્લાદેશ, અફગાનિસ્તાન અને પાકિસ્તાનમાં જ્યારે ઈસ્લામ રાજનો ધર્મ છે, તો ત્યાંના મુસ્લિમો અલ્પસંખ્યક કહેવાય નહિ. હું એટલું કહેવા માગુ છું કે, માઈનોરિટીમાં કોઈ ડરની ભાવના નથી. અને જો છે તો હું દરેક અલ્પસંખ્યક ભાઈ-બહેનોને વિશ્વાસની સાથે કહું છું કે મોદીજીના પ્રધાનમંત્રી રહેતા આ દેશના કોઈ પણ ધર્મના નાગરિકોએ ડરવાની જરૂર નથી.

અમિત શાહે કહ્યું હતું કે, આ બિલ કોઈપણ ધર્મ પ્રત્યે ભેદભાવ કરતું નથી. આ બિલ સકારાત્મક ભાવનાની સાથે આવ્યું છે. એમના માટે જેઓ ભારત, પાકિસ્તાન અને અફગાનિસ્તાનમાં ત્રાસિત છે. ત્રાસિત શરણાર્થી કહેવાય છે, તે ઘૂસણખોર કહેવાતો નથી.

(8:06 pm IST)
  • હૈદરાબાદ એન્કાઉન્ટર મામલે હાઇકોર્ટે ઉઠાવ્યા સવાલઃ પોલીસ સામે નામજોગ FIR કરવા હાઇકોર્ટનો આદેશ :એન્કાઉન્ટરમાં સામેલ દરેક પોલીસ કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધાવવી પડશેઃ પોલીસ કર્મચારીઓને કેસનો સામનો કરવો પડશે access_time 1:09 pm IST

  • ઓલ ઇન્‍ડિયા સ્‍ટુડેન્‍ટસ યુનિયને વિવાદાસ્‍પદ નાગરીકતા સુધારાબીલ સામેના વિરોધમાં સમગ્ર આસામમાં ૩૦ સ્‍થાનીક સંગઠનો સાથે પ્રદર્શન કર્યું અને નરેન્‍દ્રભાઇ, અમિતભાઇ અને આસામના મુખ્‍ય પ્રધાન સર્બાનંદ સોનવાલના પૂતળા બાળ્‍યાઃ બધાજ વકતાઓએ એક જ સુરમાં કહ્યું વિવાદાસ્‍પદ નાગરીકતા સુધારા બિલને કોઇપણ ભોગે સ્‍વીકારવામાં આવશે નહિ access_time 4:35 pm IST

  • " કબૂતરોનો ભારત પ્રેમ " : પાકિસ્તાનથી છોડાતા પાળેલા કબુતરો ભારતમાં આવ્યા પછી પાછા જવાનું નામ લેતા નથી : પાકિસ્તાનના કબૂતરબાજો ચિંતામાં access_time 8:10 pm IST