Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

NRC મામલે જેડીયુમાં બે ફાંટા : પ્રશાંત કિશોરે કહ્યું ખરડો લોકો સાથે ધર્મના આધારે ભેદભાવ કરાવે છે

લોકસભામાં જેડીયૂના નેતા રાજીવ રંજન ઉર્ફે લલન સિંહે કહ્યું ધર્મનિરપેક્ષતા વિરૂદ્ધનું નથી.

નવી દિલ્હી : જનતા દળ યૂનાઈટેડે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલનું સમર્થન કર્યુ છે, ત્યારે જેડીયૂમાં બે ફાંટા જોવાયા છે  પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે આ બિલને લઈને નિરાશા વ્યક્ત કરી છે. પ્રશાંત કિશોરે કહ્યું કે ખરડો લોકો સાથે ધર્મના આધારે ભેદભાવ કરાવે છે. મોડી રાત્રે લોકસભામાં બિલ પર મતદાન થયા બાદ જ્યારે તે પસાર થઈ ગયું તે બાદ કિશોરે ટ્વીટ કરી બિલ પાર્ટીના બંધારણથી મેળ નથી ખાતો તેવી પ્રતિક્રિયા આપી હતી

   પ્રશાંત કિશોરે ટ્વીટ લખ્યું કે જેડીયૂ દ્વારા નાગરિકતા સંશોધન બિલને સમર્થન આપવાને લઈને નિરાશા થઈ છે. તેઓએ લખ્યું કે પાર્ટીનું નેતૃત્વ ગાંધીના સિદ્ધાંતોને માનનારું છે. સોમવારે લોકસભામાં જેડીયૂના નેતા રાજીવ રંજન ઉર્ફે લલન સિંહે કહ્યું હતું જેડીયૂ બિલનું સમર્થન એટલા માટે કરે છે કેમકે તે ધર્મનિરપેક્ષતા વિરૂદ્ધનું નથી.

(11:50 am IST)