Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ટોકયો ઓલિમ્પિકની તૈયારી વિશે આઈઓસીના ચીફે કરી ગૃહપ્રધાન અમિતભાઇ સાથે ચર્ચા

૨૦૨૩માં હોકી વર્લ્ડકપ અંગે અને ૨૦૨૬માં યુથ ઓલિમ્પિક અંગે પણ વાતચીત

નવી દિલ્હી : ઓલિમ્પિક એસોસીએશન (આઈઓએ)ના ચીફ નરીન્દર બત્રાએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાથે આવતા વર્ષે ટોકયોમાં રમાનારી ઓલિમ્પિક ગેમ્સ વિશે ચર્ચા કરી છે. આ ઉપરાંત તેમણે ૨૦૨૩માં મુંબઈમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમીટી (આઈઓસી)નંુ સેશન યોજવા વિશે પણ ચર્ચા કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ બંને હસ્તીઓની આ મીટીંગમાં ૨૦૨૩ના જાન્યુઆરીના મહિનામાં આયોજીત થનારા પુરૂષોના હોકી વર્લ્ડકપની વિચારણા કરાઈ હતી તેમ જ ૨૦૨૬માં થનારા યુથ ઓલિમ્પિક માટે દિલ્હી, ભુવનેશ્વર અને મુંબઈ પાસેથી મળેલી બીડ વિશે અને ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ, ટીઓપીએસ પ્રોગ્રામ અને ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ ૨૦૨૦ વિશે પણ ચર્ચા કરી હતી.

(11:45 am IST)