Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ઇસરો આવતીકાલે લોન્ચ કરશે રક્ષા સેટેલાઇટ

નવ વિદેશી ઉપગ્રહોનું પણ આ સાથે થશે લોન્ચીંગઃ ૨૧ મીનીટમાં સ્થાપિત થશે દરેક ૧૦ ઉપગ્રહો

નવી દિલ્હી,તા.૧૦: ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરો આવતીકાલે એટલે કે ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ બપોરે ૩.૨૫ વાગ્યે બીજો શકિતશાળી ઇમેજિંગ ઉપગ્રહ છોડશે. તેનું નામ રીસાટ -૨ બીબી ૧ છે. તે અંતરિક્ષમાં પહોંચ્યા બાદ ભારતની રડાર ઇમેજિંગની શકિત અનેકગણી વધારશે. તેના કારણે દુશ્મનો પર નજર રાખવી પણ સરળ થઈ જશે. આંધ્રપ્રદેશના શ્રીહરીકોટા ખાતેના સતિષ ધવન સ્પેસ સેન્ટરમાં લોકોને આ લોન્ચિંગ બતાવવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. અહીં લોંચ વ્યૂ ગેલેરીમાંથી પ્રેક્ષકો સેટેલાઈટ લોન્ચ જોઇ શકશે.

તેનું નામ છે રીસેટ- ૨ બીઆર૧ (RiSAT-2BR1). તેના અંતરિક્ષમાં આવ્ચા બાદ ભારતની રડાર ઈમેજિંગની તાકાતમાં અનેક ગણો વધારો થઈ શકશે. આ સાથે જ દુશ્મનો પર નજર રાખવાનું કામ પણ સરળ બનશે. મુંબઈ હુમલા સમયે આતંક વિરોધી કામમાં પણ તેનો ઉપયોગ થતો હતો.

(11:43 am IST)