Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

રોબર્ટ વાડ્રાને દિલ્હીની કોર્ટે વિદેશ જવાની મંજુરી આપી : સ્પેન માટે રવાના

નવી દિલ્હીઃ દિલ્હીની એક અદાલતે રોબર્ટ વાડ્રાને રાહત આપતા તેમને સારવાર  અને બિઝનેસના કામ માટે વિદેશ જવાની મંજુરી આપી દીધી છે. વાડ્રા તાબડતોબ સ્પેન જવા રવાના થયા હતા. વાડ્રાને હાલ તો એક મનિલોન્ડરીંગ કેસમાં આગોતરા જામીન મળેલા છે. વાડ્રાએ ગત સપ્તાહે અરજી દાખલ કરીને વિદેશ જવાની પરવાનગી માંગી હતી. વાડ્રા લંડનમાં ૧૨ અને બ્રાયન સ્ટોન સ્કવેરમાં ૧૯ લાખ પાઉન્ડની સંપતિ ખરીદવાને સંબધીત મનિલોન્ડરીંગના આરોપોનો સામનો કરી રહયા છે.

(11:39 am IST)
  • લાંચ પ્રકરણમાં સંડોવણી બાદ સુરત કોંગ્રેસની આકરી કાર્યવાહી : મહિલા કોર્પોરેટર કપિલા પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા : લાંચ પ્રકરણ અંગે શહેર કોગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએ જાણ કરાઈ : પ્રદેશકક્ષાએથી મળેલ નિર્દેશ મુજબ શહેર પ્રમુખે કપિલા પટેલને કર્યા સસ્પેન્ડ access_time 10:57 pm IST

  • પી.પી.એફ.અને નાની બચત યોજનાઓ ઉપર મળતા વ્યાજમાં ઘટાડો કરો : RBI નું કેન્દ્ર સરકારને સૂચન : પોસ્ટ ઓફિસમાં મળતા વધુ વ્યાજને કારણે બેંકોની ડિપોઝીટ ઘટી રહી છે : સસ્તી લોન આપવામાં મુશ્કેલી access_time 12:43 pm IST

  • જીજ્ઞેશ મેવાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લગતા ખરડાની નકલ સળગાવી : સ્ટેચ્યુ સબંધી ઓથોરીટી રચવાનો કાયદો આદિવાસીઓની જમીન પડાવવા માટેનો હોવાનો આક્ષેપ : કાળો કાયદો ગણાવી વિધાનસભા સંકુલમાં અપક્ષ ધારાસભ્યએ કાંડી ચાંપી access_time 4:19 pm IST