Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

તાતા સ્ટીલની નવી જાહેરાત

કર્મચારી સમલૈંગિક હોય તો પાર્ટનર જાહેર કરે અને વધારે લાભ મેળવે

જમશેદપુર : દેશની અગ્રણી સ્ટીલ કંપની તાતા સ્ટીલે સોમવારે પોતાની નવી હ્યુમન રિસોર્સ પોલિસીની જાહેરાત કરી હતી. આ નવી પોલિસીમાં જે કર્મચારી પોતાને સમર્લેગિક કે એલજીબીટીક્યુ હોવાનું જાહેર કરે અને તેના પાર્ટનરની વિગતો જાહેર કરે તો તેમને વધારાના લાભ આપવામાં આવશે. પોતાના કર્મચારીઓને સમાન તક મળી વ્યકિતઓની પોતાની માન્યતા અને વિચારોને સન્માન આપવા માટે તથા સમાજનાં વિવિધ જૂથનો સમાવેશ થાય એવા કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે આ નવી તક ઊભી કરી હોવાનું કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે અહીં પાર્ટનર એટલે કે કરીને વસવાટ કરતા એક જ લિંગના લોકોની વાત કરવામાં આવે છે. લેસ્બિયન, ગે, બાયસેકસ્યુઅલ કે ત્રીજી લિંગના લોકોને ભારતમાં અલજીબીટી સમુદાય તરીકે ઓળખવામાં આવે છે.નવા લાભમાં તાતા સ્ટીલના કમચારીઓ અને તેના પાર્ટનરની આરોગ્ય ચકાસણી, તબીબી સારવાર,દત્તક લતી વખતે રજા, બાળકના જન્મ સમયે રજા જેવી બાબતૉનો સમાવેશ કરવામાં આવ્યો છેં. આ ઉપરાંત, લિંગ-પરિવર્તન માટે કર્મચારીઓને નાણાકીય સહાય અને ૩૦ દિવસની રજાની જાહેરાત પણ કંપનીએ કરી છે. આ ઉપરાંત હનીમૂન પેકેજ અન દેશમાં પ્રવાસ વખતે ઇન્શ્યોરન્સ જેવી સવલત પણ આપવામાં આવશે.

અત્યાર સુધી કપની પોતાની આંતરિક બેઠકો અને ઇવેન્ટમાં માત્ર પુરૂષ અને સ્ત્રી કે તેમના જોડીદારને જ આમંત્રણ આપતી હતી એના સ્થાને હવે સમલૈંગિક જોડીદારને પણ પ્રવેશ આપવામાં આવશે.

(11:38 am IST)