Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

માનવ વિકાસ સૂચકાંકમાં ભારતથી વધુ પાકિસ્તાને કરી પ્રગતિ!

ભારતમાં ૨૦૦૫-૦૬થી ૨૦૧૫-૧૬ વચ્ચે ૨૭.૧ કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢવામાં આવ્યાઃ ૧૮૯ દેશોની વચ્ચે ભારત ૧૨૯માં સ્થાન પર પહોંચ્યું

નવી દિલ્હી, તા.૧૦: સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ મુજબ ૨૦૧૯માં માનવ વિકાસ સૂચકાંકમાં ભારત એક સ્થાન આગળ આવ્યું છે અને ૧૮૯ દેશોની વચ્ચે ભારત ૧૨૯માં સ્થાન પર પહોંચ્યું છે. યુએનડીપીની ભારતમાં સ્થાનિક પ્રતિનિધિ શોકો નોડાએ કહ્યું કે, ભારતમાં ૨૦૦૫-૦૬થી ૨૦૧૫-૧૬ વચ્ચે ૨૭.૧ કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢવામાં આવ્યા. જોકે, અત્યારે ભારતની સ્થિતિ સારી નથી કારણ કે, ભારત હજુ પણ શ્રીલંકા, ઈરાન તેમજ ચીન જેવા દેશોથી દ્યણું પાછળ છે. તો પાડોશી દેશ પાકિસ્તાન આ યાદીમાં ૩ પાયદાન ઉપર ચઢવામાં સફળ રહ્યું જયારે બાંગ્લાદેશ ૨ સ્થાન ઉપર ચઢ્યું.

ગયા વર્ષે ભારતનું રેંકિંગ ૧૩૦ હતું. ત્રણ દાયકાથી તેજીથી વિકાસને કારણે આ પ્રગતિ થઈ છે,જેના કારણે ગરીબીમાં  ઘટાડો થયો છે. સાથે જ આયુષ્યમાં વધારો, શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓમાં વધારાને કારણે પણ રેન્કિંગમાં સુધારો થયો છે.

હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેકસ એ જીવન આયુ, શિક્ષણ અને આવક સૂચઆંકોનું એક સંયુકત આંકડાકીય સૂચકાંક છે. આ પદ્ઘતિ અર્થશાસ્ત્રી મહબબ-ઉલ-હક દ્વારા દ્યડવામાં આવી હતી. ૧૯૯૦ માં પ્રથમ માનવ વિકાસ સૂચકાંક બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી) દ્વારા આને પ્રકાશિત કરવામાં આવે છે.

ભારતના પાડોશી દેશો બાંગ્લાદેશ અને પાકિસ્તાનની એચડીઆઈ વેલ્યૂ અનુક્રમે ૦.૬૦૮ અને ૦.૫૬૨ છે. બાંગ્લાદેશની રેન્કિંગ ૧૩૪ છે, જયારે પાકિસ્તાનની રેન્કિંગ ૧૪૭ છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેકસ મુજબ, બીજા કોઈ ક્ષેત્રે આટલી ઝડપથી માનવ વિકાસની પ્રગતિ કરી નથી. સૌથી વધુ પ્રગતિ દક્ષિણ એશિયામાં થઈ છે, જયાં ૧૯૯૦–૨૦૧૮ દરમ્યાન તે ૪૬ ટકા વધ્યો હતો, જયારે પૂર્વ એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં ૪૩ ટકાની વૃદ્ઘિ થઈ હતી.

નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ અને જર્મની રેન્કિંગમાં ટોચનું સ્થાન ધરાવે છે, જયારે નાઇજર, દક્ષિણ આફ્રિકી ગણરાજય, દક્ષિણ સુદાન,ચાડ અને બરુન્દી એચડીઆઈના નીચી વેલ્યૂ ધરાવતાં દેશોમાં સામેલ છે. ભારતની એચડીઆઈ વેલ્યૂ (૦.૬૪૦) દક્ષિણ એશિયાની સરેરાશ ૦.૬૩૮ ની સરખામણીએ થોડી ઉપર છે.

(10:29 am IST)