Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

નિર્ભયા ગેંગરેપનાં દોષિતોને ફાંસી અપાવવા અણ્ણા હજારે મેદાને :આમરણ ઉપવાસ કરશે: બે દિવસ મૌન વ્રત રાખશે

એક સપ્તાહમાં જાહેર કરવામાં ન આવે તો આમરણ ઉપવાસ પર બેસવાની ઘોષણા: પીએમ મોદીને લખ્યો પત્ર

 

નવી દિલ્હી : જાણીતા ગાંધીવાદી સમાજ સેવકે નિર્ભયા ગેંગરેપનાં દોષિતોને ફાંસીની તારીખ નરેન્દ્રભાઈ  મોદી સરકાર દ્વારા જો એક સપ્તાહમાં જાહેર કરવામાં આવે તો આમરણ ઉપવાસ પર બેસવાની ઘોષણા કરી છે.અણ્ણા હજારે સાત દિવસ પછી બે દિવસ સુંધી મૌન વ્રત રાખશે,ત્યાર બાદ આમરણ ઉપવાસ શરૂ કરશે.

   સમાજ સેવક અણ્ણા હજારેએ  કહ્યું કે 14 ઓગસ્ટ 2005નાં દિવસે બંગાળમાં એક બળાત્કારીને ફાંસી આપવામાં આવી હતી.હજારેએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીને લખેલા એક પત્રમાં કહ્યું કે 'ત્યારથી દેશમાં મોતની સજા સંભળાવવામાં આવેલા કોઇ પણ પ્રકારનાં દોષિતને ફાંસીની સજા આપવામાં આવી નથી,હાલમાં 426 જેટલા દોષિત ફાંસીની સજાની રાહ જોઇ રહ્યા છે'

    હજારેએ કહ્યું કે 'લોકો હવે અનુભવી રહ્યા છે કે સિસ્ટમ દ્વારા ન્યાય મળવામાં મોડું અને મુશ્કેલી એક રીતે તો અન્યાય છે.હૈદરાબાદ એન્કાઉન્ટરને મળેલું જનસમર્થનનું સાચું કારણ છે.લોકો હવે ઇચ્છે છે કે પ્રાકરનાં એન્કાઉન્ટરમાં ગુનેગારોને ઠાર મારવામાં આવે'.

 નિર્ભયા દુષ્કર્મનાં દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે પરંતું હજુ સુંધી તેમને ફાંસી આપવામાં આવી નથી, મુંદ્દે હવે તેમના પરિવારજનોએ પણ સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું છે.

(1:03 am IST)