Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

નાગરિક સંશોધન બિલ લોકસભામાં પાસ : બિલના સમર્થનમાં 311 મત અને વિરોધમાં 80 વોટ પડ્યા

અમિતભાઇ શાહે કહ્યું શરણાર્થીઓ અને ઘૂસ્ણખોરોમાં ફરક છે : પીએમ મોદીએ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી હતી.

 

નવી દિલ્હી : લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થયું છે. મોડી રાત સુધી ચાલેલી પ્રક્રિયા બાદ વોટિંગ કરવામાં આવ્યું હતું અને અંતે તે પાસ થયું છે. બિલના સમર્થનમાં 311 અને વિરોધમાં 80 વોટ પડ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહ્યું કે શરણાર્થી અને ઘુસપેઠીયામાં ફરક છે. અંગે પીએમ મોદીએ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી હતી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ  શાહે લોકસભામાં નાગરિકતા સુધારા બિલ પર વિપક્ષના વાંધા સામે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જો તમે લોકો બિલને ખોટું સાબિત કરો તો અમે બિલ પાછું ખેંચી લઈશું. તેમણે કહ્યું કે જેમ આપણે ભારતમાં લઘુમતીઓની ચિંતા કરીએ છીએ, તેવી રીતે અમે પડોશી દેશોમાંથી આવતા લઘુમતી સમુદાયના લોકો માટે પ્રતિબદ્ધ છીએ. ભારતે શરણાર્થી નીતિ સ્વીકારી નથી. ત્રાસ ગુજાર્યા બાદ પારસી પણ ઈરાનથી ભારત આવ્યા હતા. કોંગ્રેસે જિન્નાહાની બે રાષ્ટ્ર થિયરીને કેમ સ્વીકારી? કોંગ્રેસે ભાગલા કેમ રોક્યા નહોતા? PoK અમારું છે અને ત્યાંના લોકો પણ આપણા છે:

    અમિતભાઈ  શાહના નાગરિકત્વ સુધારણા બિલ પર ચર્ચા મોડી રાત સુધી ચાલુ છે. જોરદાર વિરોધ વચ્ચે ગૃહમંત્રી અમિતભાઈ  શાહે બિલ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ બિલનો વિરોધ કર્યો છે.

એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ગૃહમાં ચર્ચા દરમિયાન નાગરિકતા સુધારણા બિલની નકલ ફાડી નાખી, જેમને પછીથી ગૃહની કાર્યવાહીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે મતદાન કરવામાં આવ્યું હતું, ત્યારે ખરડાની રજૂઆતની તરફેણમાં 293 અને વિપક્ષમાં 82 મત પડ્યા હતા.

અમિતભાઇ શાહે કહ્યું કે રોહિંગ્યાને ક્યારેય સ્વીકારવામાં નહીં આવે જો વોટબેંક માટે ઘુસણખોરોને આશ્રય આપવા માંગે છે, અમે તેમને સફળ થવા દઈશું નહીં. જેઓ મત માટે ઘુસણખોરોનો બંદોબસ્ત કરે છે તેઓ ચિંતિત છે. રોહિંગ્યાને ક્યારેય સ્વીકારવામાં આવશે નહીં.

(12:54 am IST)