Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

દુષ્કર્મના દોષીઓને 21 દિવસમાં ફાંસીએ લટકાવી દેવાશે :આંધ્રની જગમોહન રેડ્ડી સરકાર લાવશે બિલ

મહિલાઓ વિરુદ્ધ અત્યાચારના મામલે ત્વરિત સુનાવણી અને સજા સુનિશ્ચિત કરવા કડક કાયદો બનાવવા પણ ખરડો લાવશે

આંધ્ર પ્રદેશની જગમોહન રેડ્ડી સરકાર એક બિલ લાવવાની તૈયારીમાં છે, જેમાં બળાત્કારનાં દોષિતોને 21 દિવસમાં ફાંસીની સજા આપવાની જોગવાઈ છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સરકાર 11 ડિસેમ્બરનાં બિલને રાજ્ય વિધાનસભામાં રજૂ કરી શકે છે. પહેલા આંધ્ર પ્રદેશનાં મુખ્યમંત્રી વાઈ.એસ. જગમોહન રેડ્ડી હૈદરાબાદની ડૉક્ટરનાં સાથે સામૂહિક બળાત્કાર અને તેની હત્યાનાં ચાર આરોપીઓને કથિત અથડામણમાં ઠાર કરાયા હતા

   જગમોહન રેડ્ડીએ પણ જાહેરાત કરી કે તેમની સરકાર મહિલાઓ વિરુદ્ધ અત્યાચારનાં મુદ્દાની ત્વરિત સુનાવણી અને સજા સુનિશ્ચિત કરવા માટે કડક કાયદો બનાવવા માટે વિધાનસભાનાં વર્તમાન સત્રમાં બિલ લાવશે. તેમણે વિધાનસભામાં પોતાના ભાવુક ભાષણમાં એવા કડક કાયદાની વકિલાત કરી જે મહિલાઓની વિરુદ્ધનાં અપરાધોની ત્વરિત સુનાવણી અને ઉદાહરણ આપવા લાયક સજા સુનિશ્ચિત કરશે.

(11:16 pm IST)