Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો : આઠ સૈનિકોના મોત: બે સુરક્ષા કર્મી ગુમ

વિસ્ફોટક ભરેલી કાર સિક્યોરિટી ચેકપોઇન્ટમાં ધૂસાડી દીધી : તાલિબાને આ હુમલાની જવાબદારી સ્વાકારી

અફઘાનિસ્તાનના હેલમંડ રાજ્યમાં સોમવારે એક આત્મઘાતી હુમલો થયો હતો. જેને પગલે આઠ અફઘાનિસ્તાન સૈનિકોના મોત નિપજ્યા હતા. આ હુમલાને વિસ્ફોટક ભરેલી કાર દ્વારા અંજામ આપ્યો હતો.

મળતી વિગત મુજબ આંતકવાદીએ નાદ અલી જિલ્લાના તૂર પૂલ વિસ્તારમાં વિસ્ફોટક ભરેલી કાર સિક્યોરિટી ચેકપોઇન્ટમાં ધૂસાડી દીધી હતી. હુમલામાં આતંકવાદીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે વિસ્ફોટ બાદ બે સુરક્ષા કર્મી ગુમ થયા છે.

આતંકવાદીઓ જે સુરક્ષા ચોકીને નિશાન બનાવી હતી તે અફઘાનિસ્તાન નેશનલ આર્મી દ્વારા સંચાલિત હતી તે નાશ પામી છે. રાજ્ય સરકારના પ્રવકતા ઓમાર જવાકે આ હુમલાને સમર્થન આપતા કહ્યું કે આ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તાલિબાને આ હુમલાની જવાબદારી સ્વાકારી છે.

(12:00 am IST)