Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

દિલ્હીમાં 17 વિરોધ પક્ષની બેઠકમાં સપા અને બસપા રહયા ગેરહાજર:અનેકવિધ અટકળો શરૂ

નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણી પૂરી થતાંની સાથે જ લોકસભા ચૂંટણી 2019ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ વિરુદ્ધ મહાગઠબંધન અંગે દિલ્હીમાં વિરોધ પક્ષોની બેઠક મળી હતી. જોકે, આ બેઠકમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ હાજરી આપી ન હતી.આ બેઠકમાં આ બે પક્ષની ગેરહાજરીને કારણે અનેકવિધ અટકળો શરૂ થઇ છે

 

 આ બેઠકમાં પૂર્વ વડા પ્રધાન મોનમોહન સિંહ ઉપરાંત મમતા બેનર્જી(TMC), ચંદ્રાબાબુ નાયડુ(TDP), અરવિંદ કેજરીવાલ (AAP), ફારૂખ અબ્દુલ્લા (NC), એમ.કે. સ્ટાલિન(DMK), શરદ પવાર (NCP) સહિતના તમામ વિરોધ પક્ષના નેતાઓ એક્ઠા થયા હતા.

  આ બેઠકમાં 17 રાજકીય પક્ષોના પ્રતિનિધિ સામેલ થયા હતા. 11 ડિસેમ્બરના રોજ સંસદના શિયાળુ સત્રની શરૂઆત અને પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવાના હોવાથી આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ બની હતી.

(8:52 pm IST)