Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવા કોંગ્રેસ અને પીડીપી સાથે ગઠબંધન કરશે નેશનલ કોન્ફ્રન્સ

રાજ્યને બચાવવા માટે એનસી બન્ને પાર્ટી સાથે હાથ મીલાવવા તૈયાર :ઓમાર અબ્દુલ્લાહ

શ્રીનગર :જમ્મુ કાશ્મીરમાં ફરીવાર સરકાર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.એનસીના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યુ કે,નેશનલ કોન્ફરન્સ જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવા કોંગ્રેસ અને પીડીપી સાથે ગઠબંધન કરશે.

  રાજ્યને બચાવવા માટે એનસી બન્ને પાર્ટી સાથે હાથ મીલાવવા તૈયાર છે. જમ્મ કાશ્મીરમાં પીડીપી અને ભાજપ વચ્ચે થયેલા ભંગાણ બાદ છેલ્લા છ માસથી રાજ્યપાલ શાસન લાગુ છે. રાજકીય સ્થિતિને સ્થિર કરવા કોંગ્રેસ અને પીડીપી ગઠબંધન કરી શકે છે. ત્યારે આ ગઠબંધનમાં એનસી પણ ભળી શકે છે. જમ્મુ કાશ્મીરમાં ત્રણેય પાર્ટી વચ્ચે ગઠબંધન થશે તો જમ્મુ કાશ્મીરમાં અલગ પ્રકારની રાજકીય સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

(8:40 pm IST)