Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

નરેન્દ્રભાઈ મોદીને RSSમાં લાવનારા દામલેજીનું નિધન

ભાસ્કરરાવ શંકરરાવ દામલે મુળ નાગપુરના બાજુના આર્વી ગામના વતની હતા : રાજકોટમાં શ્રદ્ધાંજલી સભા યોજાશે : ગુજરાતમાં સૌપ્રથમ વખત ભાજપની સરકાર વતી તે સમયે દામલેજીએ સંપૂર્ણ માર્ગદર્શન આપેલું: ૧૯૬૫ના યુદ્ધમાં કચ્છ બોર્ડરે શરણાર્થીઓ માટે સેવા કરેલીઃ રાજકોટ - સૌરાષ્ટ્રમાં પણ વર્ષો સુધી પ્રચારક તરીકે ઉમદા કાર્ય કરેલું: અનેક ધારાસભ્યો, મંત્રીઓનું જીવન ઘડતર કરેલુઃ બપોરે ૨:૩૦ વાગ્યાથી અમદાવાદ ખાતેથી સ્મશાન યાત્રા

રાજકોટ, તા. ૧૦ : મુળ નાગપુરના બાજુના આર્વી ગામના વતની એવા ભાસ્કરરાવ શંકરરાવ દામલેનું ૯૫ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેઓ જૂના સંઘના અગ્રણી હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આરએસએસમાં લાવનાર દામલેજી જ હતા. ગુજરાતમાં સૌપ્રથમ વખત ભાજપની સરકાર બનેલી જેમાં કેશુભાઈ પટેલ સૌપ્રથમ વખત મુખ્યમંત્રી બનેલા તે સમયે તેઓએ જ માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતું. તેઓએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ અનેક વર્ષો સુધી પ્રચારક તરીકે ઉમદા કામગીરી કરી હતી. આ સિવાય અનેક ધારાસભ્યો અને મંત્રીઓનું જીવન ઘડતર કરેલુ હતું. મુળ નાગપુરના અને ભાસ્કરરાવ શંકરરાવ દામલેએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પણ પ્રચારક તરીકે કામગીરી કરી હતી. તેઓએ ૧૯૫૨માં આરએસએસનો પાયો નાખ્યો હતો.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન પદે બિરાજી રહેલા નરેન્દ્રભાઈ મોદીને પણ આરએસએસમાં લાવનાર દામલેજી જ હતા. ભારતીય મઝદૂર સંઘના સ્વ. દતોપંત ઠેંગડી અને દામલેજી નાનપણના મિત્રો હતા. ૧૯૬૫માં યુદ્ધના સમયે કચ્છ બોર્ડરે સરહદ ઉપર દામલેજીએ જઈ ત્યાંના શરણાર્થીઓ માટે સેવા કરેલી અને તેઓ માટે ખૂબ મદદ કરી હતી.

જનસંઘના સજ્જન ઓઝા, નાથાભાઈ ઝઘડા, વસંતભાઈ ગજેન્દ્રભાઈ ગઢકર તેમજ શરદ વોરા, રાજેન્દ્ર શુકલ, ઉમાપ્રસાદ જોષી, કુમાર ઠાકરે, હરીશ રાવલને પૂર્ણકાલીન તરીકે પ્રેરણા આપી હતી.

દામલેજીનું ગઈકાલે અમદાવાદ ખાતે દુઃખદ નિધન થયું હતું.  સદ્દગતનો પાર્થિવ દેહ આજે સવારે ૯ વાગ્યાથી પ્રાંતકાર્ય માધવસદન (કાંકરીયા) ખાતે લોકોના અંતિમ દર્શન માટે રાખવામાં આવેલ. તેઓની સ્મશાનયાત્રા આજે બપોરે ૨:૩૦ વાગ્યે નીકળી હતી. જેમાં સંઘના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સદ્દગતને શ્રદ્ધાંજલી આપી હતી.

સ્વ. ભાસ્કરરાવ શંકરરાવ દામલેજીનું જીવન ઝરમર

૯ જુલાઈ, ૧૯૨૩ એટલે લગભગ ૯૬ વર્ષના જેમણે પોતાનું સંપૂર્ણ જીવન ભારતમાતાની સેવામાં ખપાવી નાખ્યું અને આજે ૯૬ વર્ષની ઉંમરે પણ જેમના વિચારોનું કેન્દ્રબિંદુ રાષ્ટ્ર અને માત્ર રાષ્ટ્ર જ છે. સુર્યની જેમ તેજસ્વી, સમય પાલન અને અનુશાસનનું આગ્રહ ધરાવતું વ્યકિતત્વ એટલે આપણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક શ્રી ભાષ્કરરાવ દામલે... અને અમારાં સૌ માટે દામલેજી.

દામલેજી પ્રચારક જીવન

દામલેજી લગભગ ૧૯૩૬-૩૭ ના અરસામાં સંઘના સ્વયંસેવક બન્યા. ૧૯૪૨ માં જયારે 'હિન્દ છોડો ચળવળ' પુરા વેગમાં હતી એવા સમયે ૯ જુલાઈ ૧૯૪૨ ના રોજ સંઘના દ્વિતીય સરસંઘચાલક શ્રી માધવરાવ ગોલવલકર (શ્રીગુરુજી)ના આહ્વાનથી ૧૯ વર્ષની વયે તેઓ દેશની સેવા માટે નાગપુરથી પોતાનો પરિવાર છોડી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક નીકળ્યા. કેરળ-તામિલનાડુ , દિલ્લી પ્રચારક તરીકે રહ્યા અને ત્યાંથી૧૯૫૨ મા તેવો ગુજરાત માં વડોદરા વિભાગના વિભાગ પ્રચારક ૧૯૫૭ સુધી રહ્યા૧૯૫૭-૬૩ સુધી તેવો સૌરાષ્ટ્ર-કચ્છનું કામ સાંભગ પ્રચારક તરીકે જોયું ત્યારબાદ ૧૯૬૭-૭૨ તેવો ભાવનગર વિભાગ પ્રચારક,૧૯૭૨-૭૭ કર્ણાવતી વિભાગ પ્રચારક ત્યારબાદ ૧૯૭૭ માં તેમને વનવાસી કલ્યાણ આશ્રમ ગુજરાત ની કામની શરૂવાત માટે કામ કરાવ્યું ,૧૯૮૭ થી ૨૦૧૨ સુધી પ્રાંત કાર્યકરિણી સદસ્ય રહ્યા ત્યાર બાદ ૨૦૧૨ થી પ્રચારક પણ જવાદરી માં વિશ્રાન્તિ તાબયને ઘ્યાનમાં રાખતા રહી. તેવો પ્રતનાં પૂર્વ સેવા સૈનિક પરિષદ , લઘુ ઉદ્યોગ ભરતી ના માર્ગદર્શક તરીકે પણ રહ્યા. તેમણે દેશની સ્વતંત્રતા માટે પણ ખુબ કાર્ય કર્યું. દામલેજીનો સંદ્ય કાર્યના વિકાસમાં ખુબ મહત્વનો ફાળો રહ્યો છે. સંદ્ય ઉપર લાગેલા ત્રણ પ્રતિબંધોના પણ દામલેજી સાક્ષી રહ્યા છે. તેવો દામલેજી પ્રચારક તરીકે ૭૮ વર્ષ પણ પૂર્ણ કર્યા .

ઐતિહાસિકનક્ષણનાનસાક્ષી

સ્વતંત્રતા પછી જયારે મહાત્મા ગાંધીજી દિલ્હીની ભંગી કોલોનીમાં ઉપવાસ પર બેઠા હતા. ત્યારે માહોલ કાંઈક જુદો જ હતો. કોંગ્રેસના ત્યાંના જિલ્લા અધ્યક્ષે દિલ્હી સ્થિત સંઘના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી કહ્યું કે ગાંધીજીની સુરક્ષા કરવી ખુબ જરૂરી છે અને સુરક્ષાની જવાબદારી સંઘ સિવાય બીજા કોઈને નથી આપી શકતા. ત્યારે કોંગ્રેસના મિત્રોને પણ લાગતું હતું કે ગાંધીજી ની સુરક્ષા સંઘ સિવાય અન્ય કોઈ સંગઠન નથી કરી શકતું. ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંદ્યના સ્વયંસેવકોના ભાગે હતી અને તેના ઇન્ચાર્જ દામલેજી હતા. તે સમયે ત્યાં દિલ્હીની શાખાઓના ગટનાયકોનું એકત્રીકરણ પણ રાખવામાં આવ્યુંં હતું. જેમાં મુખ્ય શિક્ષકની ભૂમિકા દામલેજી એ નિભાવી હતી. આ કાર્યક્રમમાં ગાંધીજીનું માર્ગદર્શન પણ મળવાનું હતું. કાર્યક્રમમાં જયારે સાંઘીક ગીત ચાલતું હતું ત્યારે સ્વયંસેવકોની સાથે ગાંધીજી પણ આનંદિત અવસ્થામાં ગીત સાથે તાલ આપતા હતા. આજ કાર્યક્રમ માં ગાંધીજી એ કહ્યું હતું 'હું પણ હિંદુ છું....હું પણ સનાતની હિંદુ છું.'

નિયમિતતા

આજે જયારે શરીર વ્યવસ્થિત સાથ નથી આપતું. શરીરને ઉભા રહેવા કે ચાલવા સતત કોઇના સહયોગની જરૂર પડે છે એવી સ્થિતિમાં પણ તેઓ રોજ રાત્રે સુતા પહેલા સવારે તેમને શાખામાં લઇ જવાનું યાદ કારાવે છે, ભોજન પહેલા ભોજન મંત્ર થવું જ જોઈએ તેવો આગ્રહ રાખે છે, નિયમિત તેમની ક્ષમતા મુજબ વ્યાયામ, ધ્યાન કરે છે.

દિનચર્યાનાનઆગ્રહી

આજે તેઓ ઘણી બાબતો જેવી કે નામો, કામ, ખાવા-પીવાનું, દિવસ છે કે રાત્રી વગેરે ક્ષણિક સમય માટે ભૂલી જતા હોય છે. ત્યાં સુધી કે તેમની સાથે ૫૬ વર્ષોથી પણ વધુ સમય કામ કરનાર, મોટાભાગે તેમની સારસંભાળ રાખનાર અને સૌથી વધુ તેમની સાથે રહેલા એવા માન્ય સજ્જનભાઈ ઓઝાનું પણ નામ તે દીવાલ પર લખીને યાદ રાખે છે તેવી સ્થિતિમાં પણ આજે વારંવાર તેમની દિનચર્યા શું છે તે તેઓ લાખાવડાવે છે, વારંવાર પૂછે છે અને તેને આગ્રહપૂર્વક અનુસરે છે.

૯૬ વર્ષની ઉંમરમાં શારિરીક રીતે અક્ષમ હોવાં છતાંય તેઓ હિંમત હારી ને બેસી નથી રહેતાં.. તે તેમનાથી થઇ શકતું બધું જ કરી છૂટવા તૈયાર હોય છે.. અને કરી છૂટે છે...એટલાં માટે જ યુવાનનો શબ્દ એમને શોભે છે.

સ્વયંસેવકોનીનચિંતા

તેમને મળવા આવનાર પ્રત્યેક સ્વયંસેવક સાથે તેઓ ખુબ આત્મીયતા પૂર્વક વાતચીત કરતા હોય છે. તેની પૂછપરછ, પરિવારના હાલચાલ, તેની શાખા નિત્ય થાય છે કે કેમ? તેવી તમામ બાબતો ની પુચ્છા તેઓ કરતા હોય છે.

દામલેજીને સંઘના આદ્ય સરસંઘચાલક ડો. હેડગેવારજી થી માંડી વર્તમાન સરસંદ્યચાલક મા. મોહનજી ભાગવત સુધી બધા જ પૂજનીય સરસંઘચાલકોનું સાનિધ્ય પ્રાપ્ત થયું.અને હાલ ગુજરાતમાં લગભગ તેઓ એક માત્ર છે જેમણે ડો. સાહેબને જોયા હોય.

સ્વ.દમલેજી દીનાક ૭ ડિસેમ્બર રાત્રે ૧૧ વાગે શ્વાસ લેવામાં તકલીફ પડતા તત્કાલસીવીલ હોસ્પિટલ એબ્યુલન્સ મારફતે લઇ જવાય લગ-ભગ ૨૪ કલક ના અંતરે દીનાક ૮ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ રાત્રે સ્વ.દમલેજી એ 'એક દીપ સે જલે દૂસરા જલતે દીપ અનેક' એવું અનોખું ઉકિત સાર્થક કરી મહા પ્રયાણ કર્યું.

(3:53 pm IST)