Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

પેટ્રોલને ડીઝલની કિંમતમાં સતત પાંચમા દિને થયેલ નોંધનીય ઘટાડો

પેટ્રોલની કિંમતમાં ર૩-ર૬ પૈસા સુધી ઘટી ગઇ : ડીઝલ કિંમત ર૭-ર૯ પૈસા સુધીનો નજીવો ઘટાડો થયો

નવી દિલ્હી,તા. ૧૦: પેટ્રોલ અને ડીઝલનીકિંમતમાં આજે સતત પાંચમા દિવસે ઘટાડો થયો હતો. આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર ૨૩-૨૬ પૈસાનો ઘટાડો થયો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર ૨૭-૨૯ પૈસાનો ઘટાડો થયો હતો.ભાવમાં અવિરત વધારાના કારણે હાલમાં તમામ સામાન્ય લોકો પરેશાન દેખાઇ રહ્યા હતા. સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. દેખાવો કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમત એશિયન કારોબારમાં પ્રતિ બેરલ ૬૦થી પણ નીચે પહોંચી ગઇ છે. છેલ્લા એક મહિનામાં દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૬.૫૪ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૬.૪૩થી વધુનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે.  સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલની કિંમતમાં ઓક્ટોબર મહિનામાં રેકોર્ડ ઉંચી સપાટીએ કિંમત પહોંચ્યા બાદથી આશરે ૧૫ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. ઓક્ટોબર મહિનામાં ક્રૂડની કિંમત બેરલદીઠ ૮૬ ડોલર સુધી પહોંચી હતી ત્યારબાદથી તેમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થઇ ચુક્યો છે. છેલ્લા એક મહિનાના ગાળામાં પેટ્રોલની કિંમતમાં આઠ અને ડીઝલની કિંમતમાં છ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. ૧૭મી ઓક્ટોબર બાદથી પેટ્રોલમાં આઠ રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. અમેરિકા અને ચીન વચ્ચે સ્થિતી હવે હળવી થઇ રહી છે. તેલ કિંમતોમાં હજુ વધ ુ ઘટાડો થવાના સંકેત દેખાઇ રહ્યા છે. હાલમાં તેલના ભાવને લઇને  ભારત બંધની હાકલ પણ કરવામાં આવી હતી. ભાવમાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ લાવવામાં આવ્યુ હતુ. જો કે ચૂંટણી સમય પહેલા ભાવમાં ઘટાડાની શરૂઆત થઇ હતી. જેથી ભાવ ઓક્ટોબર બાદથી સતત ઘટવાની શરૂઆત થઇ હતી. હાલમાં જુદા જુદા  રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને ભારે હોબાળો થઇ ગયો હતો. કિંમતોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેથી સામાન્ય લોકો અને વાહન ચાલકો ભારે ખુશ દેખાઇ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટતા તેની અસર અન્ય ચીજો પર જોવા મળી રહી છે. (૯.૩)

કિંમતોમાં કાપ...

સોમવારે પેટ્રોલ-ડીઝલના ભાવ

નવી દિલ્હી, તા.૧૦: પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે ઘટાડો થયો હતો. સોમવારના દિવસે વધુ ઘટાડો થયા બાદ ચિત્ર નીચે મુજબ છે.

પેટ્રોલના ભાવ

 

મેટ્રો

ભાવ (લીટરમાં)

દિલ્હી

૭૦.૩૧

મુંબઈ

૭૫.૯૦

ચેન્નાઈ

૭૨.૯૨

કોલકત્તા

૭૨.૩૭

ડિઝલના ભાવ

 

દિલ્હી

૬૪.૮૨

મુંબઈ

૬૭.૮૧

ચેન્નાઈ

૬૮.૪૧

કોલકત્તા

૬૬.૫૫

(3:42 pm IST)