Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ખેડૂતોને રીઝવવા સરકાર સક્રિય :1400 કરોડના બજેટની નવી કૃષિ પોલિસી જાહેર કરવા તૈયારી

ખેડૂતોની આવક બમણી કરવા લક્ષ્યાંક :જુના માળખાને બદલીને નવા ફેરફાર

નવી દિલ્હી :દેશભરમાં ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલું રાષ્ટ્રવ્યાપી આંદોલનને કારણે ખેડૂતોની સખ્ત નારાજગી બહાર આવતા કેન્દ્ર સરકાર ગંભીર નોંધ લીધી છે. ખેડૂતોની આવકો બમણી કરવાના ટાર્ગેટ સાથે નવી કૃષિ પોલિસી જાહેર કરવા સરકારે કવાયત તેજ બનાવી લીલી ઝંડી આપી છે.

 નવી પોલિસીમાં કૃષિ ઉત્પાદનોના વાવેતરથી લઈને વેચાણ તથા એક્સપોર્ટ સુધી તમામ લેવલે ખેડૂતોની આવક ઉપર સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. લગભગ ૧૪૦૦ કરોડના બજેટ ધરાવતી નવી કૃષિ પોલિસીમાં દરેક સ્તરે જૂના માળખાને બદલીને નવા ફેરફારો કરવામાં આવ્યા છે.

(1:36 pm IST)