Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

મોદી સરકારને ઝટકો : બિહારમાં બદલાશે સમીકરણો :ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીએ છોડી દીધો NDAનો સાથ

બિહારની હાલતને જવાબદાર ગણાવીઉપેન્દ્ર કુશવાહે આપ્યું રાજીનામુ

નવી દિલ્હી ;મોદી સરકારને મોટો ઝટકો લાગ્યો છે રાષ્ટ્રીય લોક સમતાપાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહે એનડીએમાંથી રાજીનામું અાપી દીધું છે. કુશવાહ પોતાના રાજીનામાં પાછળ બિહારની હાલતને જવાબદાર ગણાવી શકે છે.

 કુશવાહે એનડીએની બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે. કુશવાહે જણાવ્યુ હતુ કે, ટુંક સમયમાં એનડીએમાંથી અલગ થવાનો રસ્તો પસંદ કરશે.

   રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી છેલ્લા ઘણાસમયથી ભાજપ અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પર નિશાન સાધી રહ્યા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે આરએલએસપી અને એનડીએ વચ્ચે લોકસભાની બેઠકની વહેંચણીને લઈને કોકડુ ગુંચવાયુ છે. ભાજપ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીનાને માત્ર બે બેઠક આપવા તૈયાર છે. જેનાથી ઉપેન્દ્ર કુશવાહ નારાજ છે.

(1:00 pm IST)