Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

કેન્દ્ર સરકારે સંસદના શિયાળુ સત્ર પહેલા સર્વદળીય બેઠક બોલાવી'

મોદી સરકારના કામકાજ અને એજન્ડા અંગે વિપક્ષ પાસે સમર્થન માગશે

નવી દિલ્હી :સંસદના શિયાળુ સત્ર પહેલા કેન્દ્ર સરકારે સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરશે. સંસદીય કાર્ય મંત્રાલય દ્વારા પરંપરાગત રીતે આ બેઠક બોલાવવામાં આવતી હોય છે. બેઠકમાં પીએમ મોદી સરકારના કામકાજ અને એજન્ડા અંગે વિપક્ષ પાસે સમર્થન માગશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલો મોદી સરકારનું સંસદનું અંતિમ સંત્ર છે. સામાન્ય રીતે સંસદનું શિયાળુ સત્ર નવેમ્બર માસમાં શરૂ થતુ હતુ જો કે, સતત બીજી વાર સંસદનું શિયાળ સત્ર ડિસેમ્બર માસમાં શરૂ થઈ રહ્યુ છે. ત્યારે પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના કારણે આ વખતે સંસદનું શિયાળુ સત્ર મોડુ શરૂ થઈ રહ્યુ છે. સરકાર સંસદમાં ત્રણ તલાક સહિતના અનેક બિલન પાસ કરવા માટે દબાણ કરી શકે.

 

(12:31 pm IST)