Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

પત્ની સાસુ પાસે વધારે કામ કરાવે તો તેને અપરાધ ગણો

પતિ કે તેના સગા દ્વારા અપાતા ત્રાસ માટે સજાની જોગવાઇ છે, એ રીતે પત્ની દ્વારા અપાતા ત્રાસને પણ અપરાધ ગણવા જરૂરી છે : શિવલાલ ભંડેરીના સૂચનો

ભારતીય દંડ સંહિતા-૧૮૬૦માં  પ્રકરણ-ર૦ થી લગ્ન સંબંધી ગુના અને પ્રકરણ-ર૦(એ) પતિ દ્વારા કે પતિના સગા દ્વારા કે પતિના સગા દ્વારા ત્રાસ આપવા બાબતના અપરાધો અને શિક્ષાની જોગવાઇ છે.

જયારે પત્ની અને તેના માતા-પિતા, પત્નીના સગા દ્વારા પતિને આપવામાં આવતો માનસીક શાબ્દીક ત્રાસ અંગે કોઇ જોગવાઇ કરવામાં આવેલ નથી. પત્ની અને પત્નીના પિયરીયાઓથી પતિ અને તેના માતા-પિતા, ભાઇઓ-બહેનો, દાદા-દાદી વિગેરેને થતો શાબ્દીક-માનસીક ત્રાસને અપરાધ ગણવાની કાયદામાં જોગવાઇ કરવાની આવશ્યકતા છે.

પત્ની અને તેના પિયરીયાવાળા દ્વારા થતા માનસીક શાબ્દીક અપરાધો

(૧)  પત્ની પતિને માનસીક પજવણી કરી સાસુ-સસરાને અલગ રહેવા કે વૃધ્ધાશ્રમમાં રહેવા ફરજ પાડે તો પત્નીએ અપરાધ કર્યો છે.

(ર)  પરીવારમાં પત્ની ઘરકામ ઓછુ કરે કે સાસુ પાસે ઘરકામ વધુ કરાવે અને પત્ની ઘરકામ કરે જ નહી તો પત્નીએ અપરાધ કર્યો છે.

(૩)  પત્ની તેના સાસુ-સસરાની રજા લીધા વગર બહાર ફરવા, જમવા , ખરીદવા જાય તો પત્નીએ અપરાધ કર્યો છે.

(૪)  પરીવારમાં પત્ની તેના કપડા સાસુ પાસે ધોવડાવે, તેના એઠા વાસણો સાસુ પાસે મંજાવે, ઘરમાં કચરા-પોતા કરાવે તો પત્નીએ અપરાધ કર્યો છે.

(પ)  પરીવારમાં પત્ની તેની સાસુ-સસરાને કહે કે તમને ખબર ન પડે ચુપ રહો તો પત્નીએ અપરાધ કર્યો છે.

(૬)  પત્ની સાસરીયામાં એવું કહે કે, હું સારી છુ એટલે અહી રહી છુ બીજી હોય તો કયારનીય વઇ ગઇ હોય તો પત્નીએ અપરાધ કર્યો છે.

(૭)  સપ્તપદીના સાત વચનોનું પત્ની સાસરીયામાં પાલન ન કરે તો પત્નીએ અપરાધ કર્યો છે.

(૮)  પત્નીના માતા-પિતા કે પિયરવાળા પત્નીને કહે કે સાસરીયામાં કોઇનાથીય બીતી નહી તો પત્નીના માતા-પિતા અને પિયરવાળાઓએ અપરાધ કર્યો છે.

(૯)  પત્નીના માતા-પિતા વારંવાર ફોનથી તેમની દિકરી સાથે જ વાતો કરે, વારંવાર પિયરમાં આટો દેવા આવે, પત્ની વારંવાર પિયરમાં જાય તો પત્ની અને તેના પિયરવાળાઓએ અપરાધ કર્યો છે.

(૧૦) પત્નીના માતા-પિતા કે પિયરવાળા રૂબરૂ કે ફોનથી પતિ અને માતા-પિતા અને સાસરીયાવાળાને પુછે નહી કે અમારી દિકરીથી કોઇ તકલીફ નથી ને જો હોય તો અમે અમારી દિકરીને સમજાવીએ આવુ ન પુછે તો દિકરીના માતા-પિતા અને પિયરવાળાએ અપરાધ કર્યો છે.

(૧૧) પતિ અને પતિના માતા-પિતા એટલે પત્નીના સાસરીયાવાળા પત્નીના માતા પિતા અને પિયરવાળાને રૂબરૂ કે ફોનથી પુછે નહી કે, ''તમારી દિકરીને અમારા તરફથી સાસરીયામાં કોઇ તકલીફ નથી ને જો હોય તો અમે તેનુ નિવારણ કરીએ'' આવુ ન પુછે તો પતિના માતા-પિતા અને સાસરીયાવાળાઓએ અપરાધ કર્યો છે.

(૧ર) પતિ-પત્નીને તેના માતા-પિતા કે સાસુ-સસરા બોલાવે અને જાય નહી તો અને કોઇ કામ ચીંધે અને તે કરે નહીં તો પતિ અને પત્ની બન્નેએ અપરાધ કર્યો છ.ે

(૧૩) માતા-પિતા અને સાસુ-સસરા દિકરી-પત્નીને કોઇ કામ ચીંધે અને ન કરે કે કોઇ શીખામણ આપે અને ન માને ત્યારે દિકરી-પત્નીએ અપરાધ કર્યો છે.

(૧૪) પત્ની સાસરીયામાં શબ્દોથી સૌથી મોટા અપરાધો કરતી હોય, વિવાહીતા જીવનમાં જીભ ખલાનયીકાનુ કામ કરે છે. મમ્મી-બા એ (સાસુએ) મને આમ કહ્યું તમો (પતિ) મારૂ સાંભળતા નથી. આ ઘરમાં રહેવામાં માલ નથી. માતા-પિતા એટલે સાસુ-સસરાથી અલગ રહેવા પતિને જણાવે ત્યારે પત્નીએ અપરાધ કર્યો છે.

(૧પ)   પતિ-પત્ની તેમના માતા-પિતા એટલે સાસુ-સસરાની જરૂરીયાત પુરી ન કરે તો તેઓએ અપરાધ કર્યો છે.

(૧૬) પત્નીનુ વર્તન ઘરમા કામકાજ કરતી વખતે વાસણો પછાડીને મુકે, મોટા અવાજે બોલેમોઢા ઉપર ઘુઘરો ચડાવી રહે.  નમ્રતાથી કે હસતા મોઢે રહે નહી તો પત્નીએ અપરાધ કર્યો છે.

(૧૭) પત્ની સાસરીયામાં સાસુ-સસરા કે વડીલો સમક્ષ જુઠુ બોલે, જુઠા આરોપો મુકે કે ન બોલવાના શબ્દો બોલે તો પત્નીએ અપરાધ કર્યો છે.

(૧૮) સાસરીયામા પત્નીને જે કંઇ કરવુ હોય તે માટે સાસુ-સસરા કે વડીલોને રજુઆત કર્યા વગર નિર્ણય કરીને જાણ કરવાથી, સાસુ-સસરા કે વડીલોને પુછતા નથી તેવુ જણાય ત્યારે પત્નીએ અપરાધ કર્યો છે.

(૧૯) પત્ની, સાસુ-સસરા, પતિ અને સાસરીયાવાળાની કિર્તિની ઇર્ષા કરે, નષ્ટ કરે ત્યારે પત્નીએ અપરાધ કર્યો છે.

(ર૦) પત્ની, સાસુ-સસરા, પતિ અને સાસરીયાવાળાની ઉપર ગુસ્સો, ક્રોધ, અહંકાર કે કંજુસાઇ કરે તો તે પત્નીએ અપરાધ કર્યો છે.

(ર૧) પત્ની સાસરીયામાં પ્રસન્ન અને ખુશ ન રહે, તેણીની  જરૂરીયાત ઓછી ના કરે તો તેણીએ અપરાધ કર્યો છે.

(રર) ગુસ્સાનો આરંભ મુર્ખાઇથી થાય છે. પત્ની-પતિ  કે સાસુ-સસરા ઉપર ગુસ્સો કરે તો પત્નીએ અપરાધ કર્યો છે.

(૨૩) પત્ની સાસુ-સસરા અને પતિની ખામી-દોષ કાઢે કે ખુશામત કરે તો પત્નીએ અપરાધ કર્યો છે, પરંતુ પત્ની પતિ, સાસુ-સસરાની પ્રશંસા કરે તો તે અપરાધ નથી. ખુશામત હોઠથી થાય છે અને ખુશામતમાં સ્વાર્થ હોય છે જ્યારે પ્રશંસા હૃદયથી થાય છે અને પ્રશંસા નિઃસ્વાર્થ હોય છે.

(૨૪) યુવાન હોવા છતા અધ્યનશીલ છે તો ઈશ્વર તેને વૃદ્ધ માને છે. વૃદ્ધાવસ્થામાં ચતુરાઈ, હોશીયારી, આવડત અને કૌશલ્ય હોય છે. પત્નિ યુવાનવયે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત ન કરે તો પત્નીએ અપરાધ કર્યો છે.

(૨૫) સારા પુસ્તકો શ્રેષ્ઠ મિત્રો છે. મનને પ્રસન્ન, ખુશ રાખવાનું ઉત્તમ ઔષધ છે. પત્ની પતિ કે સાસુ-સસરાના કહેવા છતા સારા પુસ્તકોનું વાંચન, મનન ન કરે તો તેણીએ અપરાધ કર્યો છે.

(૨૬) પત્ની સાસરીયામાં ચારીત્રહીન બને ત્યારે પતિ, સાસુ-સસરાને દુઃખ પહોંચે છે ત્યારે પત્નીએ અપરાધ કર્યો છે.

(૨૭) પત્ની સાસરીયામાં પતિ, સાસુ-સસરા સાથે વાદ-વિવાદ કરે, ચિંતા થાય તેવુ વર્તન કરે તો પત્નીએ અપરાધ કર્યો છે. ખુલ્લા અને પ્રસન્ન મને ચર્ચા કરવી તે અપરાધ નથી.

(૨૮) પતિ-પત્ની પરિવારમાં માતા-પિતા, સાસુ-સસરા અને વડીલોની ઋતુ પ્રમાણેના શાકભાજી, ફળો વિગેરે જમાડયા પહેલા પોતે ખાય તો અપરાધ કર્યો છે.

(૨૯) પતિ-પત્ની પરિવારમાં પૈસા કે સંપત્તિના દાન કરતા સદ્ગુણો - સુવિચારોનું દાન કે બક્ષીસને શ્રેષ્ઠ કે ઉત્તમ ન માને કે માતા-પિતા, સાસુ-સસરાની સારી સલાહને સ્વીકારે નહી અને અવગણે તો પતિ-પત્નીએ અપરાધ કર્યો છે.

(૩૦) પતિ-પત્ની પરિવારમાં ઈર્ષા, લોભ, ક્રોધ અને કઠોર વચન આ શબ્દોથી દૂર ન રહે તો પતિ-પત્નીએ અપરાધ કર્યો છે.

(૩૧) પતિ-પત્ની આનંદપૂર્ણ ઘર બનાવવા પ્રયત્નશીલ ન હોય, પત્ની મધુરભાષી બનવા પ્રયત્નશીલ ન હોય તો અપરાધ કર્યો છે.

(૩૨) પત્નીને જે છે એના કરતા શું નથી અને શું હોવું જોઈએ એમા વધુ રસ હોય, પરિણામે જે છે એને ભોગવી શકતા નથી ત્યારે પત્ની લોભી બની જાય છે ત્યારે અપરાધ કર્યો છે.

(૩૩) પત્ની વ્યર્થ બોલવા કરતા મૌન ન રહે, સત્ય બોલવા કરતા જુઠાણુ ફેલાવે, પ્રિય બોલવા કરતા કઠોર બોલે, ધર્મગત બોલવા કરતા દુઃખદાયી બોલે ત્યારે પત્નીએ અપરાધ કર્યો છે.

(૩૪) વાણીના ઘા કદી રૂઝાતા નથી તેથી શબ્દોથી પરિવારમાં કે સાસરીયામાં કોઇને ઘા કે ઇજા ન થાય તેની કાળજી પત્ની ન રાખે તો પત્નીએ અપરાધ કર્યો છે.

(૩૫) મોહનો ત્યાગ એ તપ છે. મોહ ઉપર વિજય એ વિરતા છે આ ન સમજે તો પત્નીએ અપરાધ કર્યો છે.

(૩૬) પત્ની સાસરીયામાં જીવન પર્યત સત્ય કહે જે બીજાની પ્રસન્નતાનું કારણ હોય, પરંતુ તે સત્ય બીજાના દુઃખનું કારણ હોય ત્યારે મોૈન ધારણ ન કરે તો પત્નીએ અપરાધ કર્યો છે.

સ્ત્રીઓના રક્ષણ માટેના અનેક કાયદાઓ છે જે કાયદાઓનો હથિયાર તરીકે સાસરીયાવાળાઓ સામે દુરઉપયોગ થતો હોવાનું જણાવેલ છે જેથી પતિ કે સાસરીયાના અન્ય પુરૂષોના રક્ષણ માટે કાયદામાં ઉપરોકત જોગવાઇ થાય તેવી અપેક્ષા સહ....

 

શિવલાલ પી. ભંડેરી

અંબાગૌરી એસ. ભંડેરી

મો. ૯૮૨૫૨ ૧૯૫૦૦

એડવોકેટ્સ

ગોંડલ

(12:20 pm IST)