Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

રાહુલે ઉઠાવ્યો મહિલા અનામતનો મુદ્દો : કોંગ્રેસી મુખ્યમંત્રીઓને પ્રસ્તાવ પાસ કરવાની આપી સલાહ

રાહુલે તેવા રાજ્યોના મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે, જ્યાં કોંગ્રેસ સત્તામાં છે

નવી દિલ્હી તા. ૧૦ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહને પત્ર લખી કહ્યું છે કે, તે મહિલા અનામત બીલ પાસ કરાવવાના સમર્થનમાં રાજય વિધાનસભામાંથી એક પ્રસ્તાવ પસાર કરાવે જેમાં કેન્દ્રને પણ આ બીલ પસાર કરે તેવું આહ્વાહન કર્યું છે. રાહુલ ગાંધીએ તેવા રાજયોના મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે, જયાં કોંગ્રેસ સત્તામાં છે. તેમણે પોતાની પાર્ટીના સાશિત રાજયો કેન્દ્ર પાસે આ બીલ પાસ કરાવવાની અપીલ કરતા આ પ્રસ્તાવ પાસ કરવાનું કહ્યું છે.

પંજાબના મુખ્યમંત્રીએ લખેલા પત્રમાં ગાંધીએ કહ્યું કે, રાજયસભાએ ૨૦૧૦માં ૧૦૮મું સંવિધાન સંશોધક બીલ પસાર કર્યું પરંતુ ૧૫મી લોકસભા ૨૦૧૪માં ભંગ થયા બાદ તે બીલ નિષ્પ્રભાવી થઈ ગયું.તેમણે લખ્યું કે, કોંગ્રેસ અને કેટલાક દળઓએ પ્રધાનમંત્રીને મહિલા અનામત બીલ પસાર વાની માંગ કરી છે, અને પોતાના સમર્થનનો વાયદો પણ કર્યો છે. આ બીલમાં વિરોધીઓએ ફેરફાર લાવવા માટે મહિલાઓની યોગ્યતા પર આશંકા પ્રગટ કરી છે, પરંતુ ૭૩માં અને ૭૪માં સંવિધાનિક સંશોધન બાદ મહિલાઓ દ્વારા નિભાવવામાં આવેલી નેતૃત્વની ભૂમિકાએ વિરોધીઓને ખોટા સાબિત કર્યા છે.(૨૧.૧૧)

 

(11:52 am IST)