Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

જો જરૂર પડશે તો ભારતીય સેના ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરતા નહીં ખચકાય:લેફ્ટ,જનરલ દેવરાજ અંબુ

પાસિંગ આઉટ પરેડની સલામી ઝીલ્યા બાદ લેફ્ટીનેન્ટ જનરલ અંબુએઆપી ચેતવણી

નવી દિલ્હી :ભારતીય સેનાના ઉપાધ્યક્ષ લેફ્ટીનેન્ટ જનરલ દેવરાજ અંબુએ કહ્યું કે જો જરૂરિયાત પડશે તો સેના ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરવાથી નહીં ખચકાય. ભારતીય સૈન્ય એકેડમીમાં પાસિંગ આઉટ પરેડની સલામી ઝીલ્યા બાદ લેફ્ટીનેન્ટ જનરલ અંબુએ લોકોને સંબોધતા આ વાત કહી હતી.

   તેમણે કહ્યું કે આપણી સેના સરહદ પાર આતંકવાદી ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને પોતાની તાકાતનો અહેસાસ અગાઉ કરાવી ચુકી છે. અને જો દુશ્મને આપણને ફરી પડકાર આપ્યો તો અમે ફરી આવું કરવાથી ખચકાટ નહીં અનુભવીએ.

(8:49 am IST)