Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

હવે તાજમહેલની મુલાકાત લેવી પડશે મોંઘી :ટિકિટના દરમાં જબરો વધારો

હવે 50 રૂપિયાને બદલે સ્થાનિક પ્રવાસીઓએ 250 અને વિદેશી નાગરિકોએ 1300 ચૂકવવા પડશે

તાજમહેલની મુલાકાત હવે મોંઘી થઇ છે તાજમહેલમાં ટિકિટ દર નવી વ્યવસ્થા પ્રમાણે હવે 50 રૂપિયાના સ્થાને તાજમહેલની ટિકિટ સ્થાનિક પ્રવાસીઓ માટે 250 રૂપિયા જેટલે થશે, જ્યારે વિદેશી નાગરિકોને હવે 1300 રૂપિયા આપવાના રહેશે ભારતીય આર્કિટેક્ચર સર્વે દ્વારા તાજમહેલમાં ભીડનાં મેનેજમેન્ટ માટે આ નવી ટિકિટ વ્યવસ્થા અમલમાં મુકાઈ છે

 અત્યાર સુધી સ્થાનિક પ્રવાસીઓ 50 રૂપિયા અને વિદેશી પ્રવાસીઓ 1100 રૂપિયામાં તાજમહેલનો દિદાર કરી શકતા હતા, પરંતુ હવે દેશના પ્રવાસીઓને 250 રૂપિયા અને વિદેશી પ્રવાસીઓને 1300 રૂપિયા ટિકિટ આપવી પડશે. 200 રૂપિયાનો આ ચાર્જ શાહજહાં અને મુમતાજની કબરોવાળા મુખ્ય દરવાજા સુધી જવાનો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગયા ઓગસ્ટ મહિનામાં પણ આર્કિલૉજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ તાજમહેલ સંકુલમાં પ્રવેશ કરવાની એન્ટ્રી ફીમાં વધારો કર્યો હતો. તે સમયે સ્થાનિક પ્રવાસીઓની ટિકિટ 10 રૂપિયા અને વિદેશી પ્રવાસીઓની ટિકિટ 100 રૂપિયા વધારી હતી.

(8:48 am IST)