Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

વડાપ્રધાન મોદી સામે ઝૂક્યું ચીન : વિવાદ ભૂલી ચેંગદૂમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ કરશે

સંયુક્ત લશ્કરી અભ્યાસ ‘હેંડ ઇન હેંડ’માં બને તરફથી 100-100 સૈનિક ભાગ લેશે

બીજિંગ: ભારત અને ચીન આતંકવાદ સામે લડવા તેમની ક્ષમતાઓમાં સુધાર લાવવા અને પરસ્પર એકબીજાની સમજણ વધારવા માટે દક્ષિણ પશ્ચિમ ચીનના ચેંગદૂ શહેરમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કરશે.

  અધિકારીઓએ જણાવ્યું છે કે અભ્યાસના ઉદ્ધાટન સમારોહ 11 ડિસેમ્બરે આયોજિત કરાયો છે ચીનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ રેન ગુઓકિયાંગે ગત મહિને કહ્યું હતું કે, સાતમી ભારત-ચીન સંયુક્ત લશ્કરી અભ્યાસ ‘હેંડ ઇન હેંડ’માં બને તરફથી 100-100 સૈનિક ભાગ લેશે.

   આ અભ્યાસ આતંકવાદ વિરોધી અભિયાનો પર કેન્દ્રિત હશે. વર્ષ 2017માં બંને દેશની વચ્ચે સિક્કિમના ડોકલામ ક્ષેત્રમાં લગભગ 73 દિવસ સુધી ગતિરોધ ચાલવાના કારણે આ અભ્યાસ લગભગ એક વર્ષ બાદ કરવામાં આવી રહ્યો છે.

  ચીનના વૂહાનમાં એક વર્ષ એપ્રિલમાં પ્રધનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગની અનૌપચારિક શિખર વાર્તા બાદ બંને દેશોની વચ્ચે સંબંધ પુન: પાટા પર આવ્યા છે. કર્નલ રેને કહ્યું કે, અભ્યાસથી બંને સેનાઓની વચ્ચે પરસ્પર સમજણ વધારવા અને આતંકવાદથી લડવાની તેમની ક્ષમતાઓમાં સુધારો આવશે. તેમણે જણાવ્યું કે આ અભ્યાસ 23 ડિસેમ્બર સુધી ચાલશે.

 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જી-20 શિખર સમ્મેલનથી અન્ય ચીન રાષ્ટ્રપતિ શી જિંગપિંગછ સાથે મુલાકત કરી અને બંને પાડોસી દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધ મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. પીએમ મોદી અને શી જિંગપિંગ એપ્રિલમાં ચીનના વુહાન શહેરમાં થયેલી તેમની અનોપચારિક બેઠક બાદ બે વાર મળ્યા છે. તે બંને જૂનમાં ચીનના ચિંગદાઓમાં થયેલા શંઘાઇ સહયોગ સંગઠન (એએસસીઓ) સંમેલનમાં મળ્યા હતા અને ત્યારબાદ જુલાઇમાં દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં બ્રિક્સ શિખર સંમેલનમાં તેમની મુલાકાત થઇ હતી

 

(12:00 am IST)