Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

લોકસભા-વિધાનસભામાં મહિલાઓ માટે એક તૃતીય બેઠકો અનામત રાખવા રાહુલ ગાંધીએ લખ્યો પત્ર

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે અનામત બેઠકો માટે વકાલત કરી છે. તેને લઈને રાહુલ ગાંધીએ કોંગ્રેસ અને ગઠબંધન સરકારોને પત્ર લખ્યો છે અને એક તૃતીય બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની વાત કહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંઘીએ પત્રમાં મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં એક તૃતીય બેઠકો અનામત આપવા સાથે જોડાયેલા પ્રસ્તાવ પસાર કરવામાં કહ્યું છે.

   પત્રમાં રાહુલ ગાંધીએ લખ્યું હતુ કે મહિલાઓ સતત દેશમાં સારુ પ્રદર્શન કરી રહી છે અને મહત્વપૂર્ણ જવાબદારીઓ અદા કરી રહી છે. પરંતુ લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓની સંખ્યા ઘણી ઓછી છે. જ્યારે લોકશાહી સંસ્થાઓમાં તેમનું પ્રતિનિધિત્વ નહી વધે, ત્યાં સુધી મહિલા સશક્તિકરણને ગતિ નહી મળી શકે.

(10:42 pm IST)