Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ઉદયવિલાસ પેલેસમાં શાહરુખના ગીત પર ઈશા અને આનંદે કર્યો રોમાન્ટિક ડાન્સ

સંગીત સેરેમની કાર્યક્રમમાં ઈશાના ભાઈઓએ પણ આપ્યું પર્ફોર્મન્સ : દેશ-વિદેશથી મોટી હસ્તીઓ અને ફિલ્મી સેલિબ્રિટીઝ ઉપસ્થિત

 મુંબઈ :મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરે આનંદ પીરામલ સાથે થવાનાં છે. આ લગ્ન પહેલા ઉદેપુરના ઉદયવિલાસ એન્ડ સિટી પેલેસમાં મહેંદી અને સંગીત સેરેમની સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઈશાના આ ભવ્ય કાર્યક્રમમાં બોલિવૂડના અનેક સેલેબ્સ પર્ફોર્મ કરશે. અહિ ઈશા અંબાણીએ પણ શાહરુખ ખાનના ગીત ‘મિતવા’ પર ડાન્સ કર્યો હતો.
  આ વીડિયોમાં ઈશા અંબાણીએ ભાવિ પતિ આનંદ પીરામલ સાથે સુંદર પર્ફોર્મન્સ આપીને ગેસ્ટ્સનું દિલ જીતી લીધું હતું. હવે જો વાત હોય અંબાણી પરિવારની દીકરીના લગ્નની તો તમે અંદાજ લગાવી શકો છો કે સેલિબ્રેશન કેટલું ધમાકેદાર હોય શકે છે. આ વેડિંગમાં દેશ-વિદેશથી મોટી હસ્તીઓ અને ફિલ્મી સેલિબ્રિટીઝ પણ આવી છે.
 8 ડિસેમ્બરના રોજ ઉદયપુરમાં સંગીત સેરેમની દરમિયાન ધમાકેદાર ડાન્સ થયો હતો. જેમાં નીતા અંબાણી અને તેમના દીકરાઓએ પણ પર્ફોર્મન્સ આપ્યું હતું. સૌથી વધુ ચર્ચા જે પર્ફોર્મન્સની છે તે ઈશા અંબાણી અને આનંદ પીરામલની છે. ઈશા અને આનંદે શાહરુખના ગીત ‘મિતવા’ પર ડાન્સ કર્યો હતો. ઈશાએ પર્ફોર્મન્સમાં લહેંગો પહેર્યો હતો અને ખુબ જ સુંદર લાગી રહી હતી. આનંદ બ્લેક કુર્તામાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો
  ઉદયપુરના આલીશાન ધ ઓબરૉય ઉદયવિલાસ હોટલથી પ્રી વેડિંગ પાર્ટીના ફોટો અને વીડિયો સામે આવવા લાગ્યા છે. ઈશાની માતા નીતા અંબાણીના ડાન્સનો વીડિયો ખૂબ શેર થઈ રહ્યો છે.

(9:41 pm IST)