Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ઝડપાયેલ આતંકી રિયાજ અહેમદ મિલિટેન્ટ બનાવા યુવાઓને કરતો હતો મોટિવેટ :ચોંકાવનારો ખુલાસો

શ્રીનગરમાં હુમલાની તૈયારીમાં રહેલા બે વિદેશી સહીત ત્રણ આતંકી ઠાર :તમામ લશ્કર એ તૌયબાથી જોડાયેલા

જમ્મૂ: કિશ્તવાડ પોલીસે વોન્ટેડ આતંકી રિયાઝ અહેમદની ધરપકડ કરી છે આ આતંકી જમ્મૂ કાશ્મીરના યુવાઓને આતંકી સંગઠન સાથે જોડવા યુવાનોને મોટીવેટ કરતો હતો સ્થાનિય યુવાઓને મિલિટેન્સી જોઇન કરવા માટે પ્રેરિત કરતો હતો

  કાશ્મીરના મુજગુંડમાં સુરક્ષાદળ અને આતંકિઓની વચ્ચે 24 કલાકથી ચાલી રહેલી અથડામણ પૂરી થઇ ગઇ છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ મુઠભેડમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર માર્યા છે. આ બધા આતંકી શ્રીનગરમાં હુમલાની તૈયારીમાં હતા.

   માર્યા ગયેલા ત્રણ આતંકીઓમાંથી બે વિદેશી હતા. બધા આતંકી લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠનથી જોડાયેલા જણાવવામાં આવી રહ્યાં છે. તેમાંથી એકની ઉંમર 14 વર્ષ છે. જોકે, અત્યાર સુધી તેમના મૃતદેહ મળ્યા નથી. આ અથડામણ દરમિયાન લગભગ 6 ઘરોમાં નુકસાન પહોંચ્યું છે

 

(8:53 pm IST)