Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

જમ્મુ-કાશ્મીર પોલીસને મોટી સફળતા:હિઝબુલના વોન્ટેડ આતંકી રિયાઝ અહમદની ધરપકડ

ચિનાબ વેલીમાંકેટલાક આતંકીઓ અને આઈએસઆઈ એજન્ટો છુપાયા હોવાની સૂચના બાદ તપાસ અભિયાનમાં ઝડપાયો

જમ્મુ-કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. કિશ્તવાડ પોલીસે નાસતા-ફરતા વોન્ટેડ ગુનેગાર આતંકી રિયાઝ અહમદને ઝડપી પાડ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી એવા ઈનપુટ મળી રહ્યા હતા કે, ચિનાબ વેલીમાં કેટલાએ આતંકીઓએ ઘુસણખોરી કરી છે. સાથે કેટલાએ આતંકીઓ અને આઈએસઆઈ એજન્ટો છૂપાયા હોવાની પણ સુચના મળી હતી.


  કિશ્તવાડમાં કેટલાક દિવસથી તપાસ અભિયાન ચાલી રહ્યું હતું. એવામાં શુક્રવારે સુરક્ષાદળોએ એક આઈએસઆઈ એજન્ટની ધરપકડ કરી હતી. ત્યારબાદ હિઝબુલના આતંકી રિયાઝની પોલીસે ધરપકડ કરી લીધી.

    શ્રીનગરમાં 17 કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં રવિવારે સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીને ઠાર કર્યા છે. અથડામણમાં સુરક્ષાદળનો પાંચ જવાન પણ ઈજાગ્રસ્ત થયો છે. સુરક્ષાદળોને મુજગુંડ ગામમાં એક ઘરમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછ શનિવારે સાંજે શોધખોળ કરવામાં આવી હતી.

   આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરુ કરી દીધુ હતું. જેમાં એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી સુરક્ષાદળોએ વળતો પ્રહાર કરતા ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા

(12:00 am IST)