Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

RSS પ્રચારક ભાસ્કરરાવ દામલેનું ૯૬ વર્ષની જૈફ વયે નિધન

તેઓના પાર્થિવદેહને કાંકરિયા સ્થિત હેગડેવાર ભવનમાં રખાયો : સોમવારે બપોરે અંતિમ સંસ્કાર

રાષ્ટ્રીય સ્વયં સેવકના નાગપુરના પ્રચારક ભાસ્કરરાવનું નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે કાંકરિયા સ્થિત હેગડેવર ભવન ખાતે રાખવામાં આવશે. સોમવારે બપોરે અંતિમ સંસ્કાર કરાશે.

આરએસએસની સેવામાં હેગડેવરે જીવન ન્યોછાવર કર્યું હતું. તા.૯ જુલાઈ ૧૯૨૯માં નાગપુરમાં તેમનો જન્મ થયો હતો. તેઓ ૧૯૩૬-૩૭ના અરસામાં સંઘના સ્વયંસેવક બન્યા હતા. ભાસ્કરરાવે ૧૯૪૨ થી સતત ૭૭ વર્ષ સુધી આરઆરએસના પ્રચારક, સંઘ કાર્યના વિકાસમાં મહત્વનો ફાળો આપી દેશના વિવિધ ભાગોમાં પ્રચાર બાદ ૧૯૫૨થી ગુજરાતના કાર્યક્ષેત્ર બનાવ્યું હતું.

  ભાસ્કરરાવ સંઘ ઉપર લાગેલા ત્રણ પ્રતિબંધોના પણ દામલેજી સાક્ષી હતા. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપકો પૈકીના એક રહ્યા હતા. કેશુભાઈના શાસન સમયે દામલેજી સુપર સીએમ કહેવાતા, તેઓ ગાંધીનગરમાં મંડલ પ્રચારક હતા. તેમની બેક સીટમાં દામલેજી અને સંજય જોષીની જોડી હતી.

  ભાજપના ધારાસભ્યો, મંત્રીઓને ફરજિયાત શાખામાં જવા માટેનો આદેશ પણ તેમણે આપ્યો હતો.૨૦૦૦માં સંકલ્પ શિબિરમાં કેશુભાઈ મુખ્યમંત્રી હોવા છતાં સંઘ ગણવેશની ખાખી ચડ્ડી પહેરીને ઉપસ્થિત રહ્યા હતા

 

 

(12:00 am IST)