Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

હીરાના વેપારી રાજેશ્વર કિશોરીલાલ ઉદાણીની હત્યાના મામલે પોલીસે ટીવી સીરિયલ 'સાથ નિભાના સાથિયા'ની ફેમસ ગોપી વહુ એટલે કે દેબોલિના ભટ્ટાચાર્જીની પુછપરછ અને તેના ફ્રેન્‍ડને દબોચ્‍યો

મુંબઈ: હીરાના વેપારી રાજેશ્વર કિશોરીલાલ ઉદાણીની હત્યાના મામલે પોલીસ ટીવી સીરિયલ 'સાથ નિભાના સાથિયા'ની ફેમસ ગોપી વહુ એટલે કે દેબોલિના ભટ્ટાચાર્જીની પૂછપરછ કરી રહી છે. આ મામલે અભિનેત્રીના ફ્રેન્ડ સચિન પવાર અને એક સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ દિનેશ પવારની ધરપકડ કરવામાં આવી છે.

મુંબઈ પોલીસે જણાવ્યું કે 57 વર્ષના હીરાના વેપારી રાજેશ્વર ઉદાણીની મહારાષ્ટ્ર સરકારના એક મંત્રીના પૂર્વ અંગત સચિવ અને પ્રોડક્શન કંપનીના માલિક સચિન પવારની ગર્લફ્રેન્ડ પર ખરાબ નજર હતી. પૂછપરછમાં ખુલાસો થયો છે કે દેબોલિના જ સચિન પવારની ફ્રેન્ડ છે. આ બાજુ મૃતક વેપારીની રૂપિયાની લેણદેણને લઈને પોલીસ કોન્સ્ટેબલ દિનેશ પવાર સાથે પણ વિવાદ ચાલી રહ્યો હતો. દિનેશ ઉપર પહેલેથી જ બળાત્કારનો મામલો નોંધાયેલો છે અને તે સસ્પેન્ડ કરાયેલો છે.

પોલીસના જણાવ્યાં મુજબ ઘાટકોપર વિસ્તારમાં રહેતા હીરાના વેપારી રાજેશ્વર કિશોરીલાલ ઉદાણી 28 નવેમ્બરના રોજ ઘરેથી થોડીવારમાં પાછો આવું છું એમ  કહીને નિકળ્યા હતાં. પરંતુ બીજા દિવસ સવારે પણ પાછા ફર્યા નહીં. ત્યારબાદ પોલીસે મુંબઈના પંતનગર  પોલીસ સ્ટેશનમાં લાપત્તા થવાની ફરિયાદ નોંધાવી હતી. હાઈપ્રોફાઈલ મિસિંગ મિસ્ટ્રીની તપાસમાં લાગેલી પોલીસને સમજમાં આવી ગયું હતું કે આ મામલો પેચીદો છે. પોલીસે 2 દિવસ બાદ અપહરણનો કેસ પણ દાખલ કરી દીધો હતો.

(1:17 pm IST)