Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ઉત્તરપ્રદેશમાં બે પક્ષોની સમાંતર બેઠકોની જીતથી મુશ્‍કેલ વધશે અમિત શાહનું ગણિત

ઉત્તર પ્રદેશમાં એસપી અને બીએસપી સાથે આવશે તો મુશ્કેલી ઉભી થશે: અમિત શાહ

નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શનિવારે સ્વિકાર્યું કે ઉત્તર પ્રદેશમાં એસપી અને બીએસપી સાથે આવશે તો થોડી મુશ્કેલી ઉભી થશે. જોકે તેમણે મહાગઠબંધનને નાટક ગણાવી કહ્યું કે, તમેજ વિચારો કે જો અખિલેશ યાદવ તેલંગાણામાં, માયાવતી આંધ્રપ્રદેશમાં, મમતા બેનર્જી મધ્યપ્રદેશમાં, ચંદ્ર બાબુ નાયડૂ રાજસ્થાનમાં ચૂંટણી લડવા ઉતરશે ત્યારે ચૂંટણી પરિણામો પર ગુણાત્મક અસર શું હશે.

અમિત શાહે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ભાજપની વોટ ટકાવારી પહેલાં 45 ટકા હતી અને એસપી તેમજ બીએસપીની સંયુક્ત વોટ ટકાવારી લગભગ 51 ટકા થાય છે. એવામાં ભાજપને 6 ટકાનો તફાવત પુરો કરવાનો છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીએ પ્રતિબદ્ધતાની સાથે આ અંતર પુરો કરવાની તૈયારી કરી છે અને જેમને સાથે આવવું છે તે આવી જાય.

જનતાએ નક્કી કરવાનું છે કે તેમને મજબૂર સરકાર જોઇએ છે કે મજબૂત સરકાર

અમિત શાહે ભાર આપી કહ્યું કે, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સંપૂર્ણ બહુમતથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. 2019માં યોજાવનાર લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014થી મોટી જીતનો દાવો કરતા ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે 2019માં દેશની જનતાએ નક્કી કરવાનું છે કે તેમને મજબૂર સરકાર જોઇએ છે કે મજબૂત સરકાર જોઇએ છે.

(8:05 pm IST)