Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ઉદયપુરમાં પ્રી-વેડિંગ ફંક્શન: પિંક લહેંગામાં સુંદર લાગી ઈશા અંબાણી : હાજરી આપવા પહોંચ્યા હિલેરી ક્લિન્ટન

બોલિવૂડ જગતથી લઈ રાજકારણ અને સ્પોર્ટ્સના તમામ સેલિબ્રિટીઓ હાજરી આપશે

 

મુંબઈ :બિઝનેસ જગતના ટાયકુન મુકેશ અંબાણીની દીકરી ઈશાના લગ્ન આનંદ પીરામલ સાથે 12 ડિસેમ્બરના રોજ થવાનાં છે. આ પહેલા પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન ઉદયપુરમાં કરવામાં આવ્યું છે. જ્યાં મહેંદી સેરેમની અને અન્ય કાર્યક્રમો થશે. આ કાર્યક્રમમાં બોલિવૂડ જગતથી લઈ રાજકારણ અને સ્પોર્ટ્સના તમામ સેલિબ્રિટીઓ હાજરી આપશે.

  આ પહેલા અંબાણી પરિવારે અન્ન સેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું ઈશાએ પ્રી વેડિંગ ફંક્શનની આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. તે પિંક લહેંગામાં સુંદર લાગી રહી છે. આ આઉટફીટ ડિઝાઈનર કલ્પના શાહે ડિઝાઈન કર્યો છે.

 ઈશા અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં ઉમટ્યું બોલિવૂડ, આ સ્ટાર્સ મળ્યા જોવાહતા
  અમેરિકાની પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન પણ અંબાણી પરિવારના આ ફંક્શનમાં હાજરી આપવા માટે ભારત આવ્યાં છે.

  પ્રી વેડિંગ પહેલા અન્ન સેવા કરીને અંબાણી પરિવારે આ ઐતિહાસિક શહેર પ્રત્યે સન્માન દર્શાવ્યું હતું. અંબાણી પરિવાર તરફથી સાત અને દસ ડિસેમ્બર સુધી 5,100 લોકોને ત્રણે ટંકનું ભોજન આપવામાં આવશે.
  ઉદયપુરના નારાયણ સેવા સંસ્થાનમાં આ અન્ન સેવા આવતા ચાર દિવસો સુધી ચાલશે. જેમાં લોકોને ત્રણ ટંકનું ભોજન અપાશે.

  આ વિશેષ અન્ન સેવામાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, અજય પીરામલ, સ્વાતી પીરામલ ઉપરાંત ઈશા અંબાણી અને આનંદ પીરામલ પણ હાજર રહ્યાં હતાં. આ દરમિયાન પરિવારના સભ્યોએ લોકોને ભોજન આપ્યું હતું.

  નોંધનીય છે કે ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નના બધાં કાર્યક્રમ આઠ અને નવ ડિસેમ્બરના રોજ ઉદયપુરમાં થશે.

(1:21 am IST)