Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ઘર ખરીદનારને સરકારે આપી મોટી રાહત :હવે નહિ ચૂકવવો પડે GST

અન્ડર કન્સ્ટ્રક્શન અને તૈયાર મિલ્કતો જેને કાર્ય પૂર્તતાનું સર્ટિફિકેટ વિહોણાને વેચાણ પર જીએસટી આપવો પડશે

નવી દિલ્હી: ઘર ખરીદનારને સરકારે મોટી રાહત આપી છે નાણા મંત્રાલયે કહ્યું કે જે રીયલ એસ્ટેટ સંપત્તિ માટે વેચાણ સમય કાર્ય સમાપ્તનું પ્રમાણપત્ર મળી ચૂક્યું હશે, તેમના ખરીદારોને જીએસટી આપવનો રહેશે નહીં. મંત્રાલયે કહ્યું કે જે વેચાણના સમય કાર્ય સમાપ્ત પ્રમાણ પત્ર પ્રાપ્ત સંપત્તિઓ પર જીએસ્ટી લગાવવામાં આવશે નહીં, પરંતુ બાંધકામ હેઠળ અસ્કયામતો અથવા આવી તૈયાર મિલકતો માટે જેના માટે કાર્ય સમાપ્ત પ્રમાણપત્ર પ્રાપ્ત થયું નથી, તેમના વેચાણ પર જીએસ્ટી આપવો પડશે.

  નાણા મંત્રાલયે બિલ્ડરોને જીએસટીના નુકસાન દરને ખરીદનારાઓને લાભ આપવા માટે મિલકતના ખર્ચમાં ઘટાડો કરવા જણાવ્યું છે. નાણા મંત્રાલયે જણાવ્યું છે કે, તૈયાર સંપત્તિના ખરીદારને સૂચનામાં વાત લાવવામાં આવી રહી છે કે સક્ષમ સત્તાથી કામ પૂરૂ હોવાનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરી કરેલા મકાનો, ઇમારતો અને તૈયાર ફ્લેટ્સના વેચાણ પણ કોઇપણ પ્રકારનો જીસએટી આપવાનો રહેશે નહીં.

  મંત્રાલયે કહ્યું છે કે જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય નવીનીકરણ યોજના, રાજીવ આવાસ યોજાના, પ્રદાનમંત્રી આવાસ યોજના તથા રાજ્ય સરકારની અન્ય આવી સસ્તી આવાસ યોજનાઓ પર 8 ટકાના દરથી જીએસટી લાગુ થશે. જીએસટીને બિલ્ડર તેમના સંચિત ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં સમાવી શકે છે.

  મંત્રાલયની રજૂઆતમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રકારના સસ્તી આવાસ યોજના મામલે ઇનપુટ ટેક્સ ક્રેડિટની ગોઠવણ કર્યા બાદ બિલ્ડર અથવા ડેવલપરને મોટા ભાગનાં કેસોમાં જીએસટીનું કેસ ચુકવણી કરવાની આવશ્યકતા રહેશ નહીં. કિસ્સાઓમાં બિલ્ડરના ખાતામાં પહેલાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ એકત્રિત કરશે, જેનાથી તે જીએસટી માટે ગોઠવણ કરી શકે છે.

 એવું પણ કહેવામાં આવ્યું છે કે સસ્તી આવાસ યોજના ઉપરાંત બીજી આવાસ યોજના અથવા મકાનો અને ફ્લેટના ભાવ જીએસટી અમલના કારણે વધવા જોઇએ નહીં. બિલ્ડરથી કહેવામાં આવ્યું છે કે તે નીચા કરવેરાના બોજનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડશે.

 

(12:08 am IST)