Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ભાજપે ED, ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, સીબીઆઈને બોન્ડેડ લેબર બનાવી દીધા :અભિષેક મનુ સિંઘવી

રોબર્ટ વાડ્રા અને તેમના સાથીદારોના ઠેકાણા પર ઇડીની કાર્યવાહીને લઈને પ્રતિક્રિયા

નવી દિલ્હી :કોંગ્રેસે યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા અને તેમના સાથીદારોના ઠેકાણા પર દરોડાની કાર્યવાહીને લઈને આકરી પ્રતિક્રિયા આપી છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે કે પાંચ રાજ્યોની ચૂંટણીમાં સંભવિત હારને જોતા ભાજપ બદલાની રાજનીતિ કરી રહી છે

  . સિંઘવીએ કહ્યું છે કે ભાજપે ED, ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, સીબીઆઈને પોતાના બોન્ડેડ લેબર બનાવી દીધા છે. સિંઘવીએ કહ્યું છે કે મોદી સરકાર જાણે છે કે તેના કેવા હાલ થવાના છે. માટે ભાજપ ડર્ટી પોલિટિક્સ કરી રહ્યું છે.

(12:00 am IST)