Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

રાજસ્થાનમાં બીબાજી બેંગલ્સ નામની દુકાનમાં કાચની બંગડીઓ ખરીદવા આવે છે અંબાણી પરિવાર સહિતના ધનવાનો

રાજસ્થાનની સંસ્કૃતિ અને વારસાની એક અલગ ઓળખ છે. અહીંના આર્ટ અને કલ્ચરના વખાણ દુનિયાભરમાં થાય છે. અહીંનો ભવ્ય ઈતિહાસ, રાજા-મહારાજાઓની શૌર્ય ગાથા, વિશાળ અને ભવ્ય રાજમહેલો અહીંની ઓળખ છે. આજે પણ રાજાઓની વર્તમાન પેઢીઓએ વારસો જાળવી રાખ્યો છે. આવો એક પરિવાર છે જે અહીં ક્રિસ્ટલ બેંગલ્સ (કાચની બંગડીઓ) બનાવવા માટે ફેમસ છે.

ધનાઢ્યો કરે છે ખરીદી

પરિવાર 150 વર્ષથી બંગડી બનાવવાનું કામ કરે છે. રાજસ્થાનમાં બીબાજી બેંગ્લસ નામની જાણીતી શોપ દુનિયાભરમાં લગભગ દરેક જગ્યાએ બંગડીઓ સપ્લાય કરે છે. જોધપુરના બંગડીના વેપારી અંબાણી પરિવારને પણ બંગડીઓ બનાવીને વેચે છે. સિવાય પરિવારના ગ્રાહકોમાં જૂહી ચાવલા અને કબીર બેદી જેવા મોટા કલાકારોના નામ સામેલ છે.

દાદી બનાવતા હતા બંગડી

હાલની પેઢીમાંથી અબ્દુલ સતાર શોપ ચલાવે છે. ANI સાથે વાત કરતાં અબ્દુલે કહ્યું કે, મારા દાદીએ બિઝનેસ શરૂ કર્યો હતો. તેમને બધા બીબીજી કહીને બોલાવતા હતા. તેઓ રાજા-મહારાજા અને રાણીઓના ત્યાં બંગડીઓ પહેરાવવા જતા હતા. ત્યારથી અમારો બિઝનેસ શરૂ થયો.

અબ્દુલના પિતા સાઈકલ પર વેચતા બંગડીઓ

જ્યારે બીબીજી ઘરડાં થયા ત્યારે બિઝનેસ ચલાવવા અસમર્થ થયા. ત્યારે અબ્દુલના પિતાએ બિઝનેસ સંભાળ્યો. અબ્દુલના પિતા સાઈકલ પર બંગડીઓ વેચવા જતા હતા. અબ્દુલે પણ સાઈકલ પર બંગડીઓ વેચવાનું કામ શરૂ કર્યું બાદમાં દુકાન ખોલી.

1970માં ખોલી દુકાન

બીબાજી શોપની શરૂઆત 1970માં થઈ અહીં ક્રિસ્ટલની બંગડીઓ બનાવીને વેચવામાં આવે છે. આજકાલ બંગડીઓ ટ્રેન્ડમાં પણ છે. શોપમાં ઈનેમલ, સ્ટોન જડેલી, વિવિધ કટવાળી સહિતની બંગડીઓની દરેક પ્રકારની ડિઝાઈન મળે છે. શોપ જોધપુરના સૌથી વ્યસ્ત વિસ્તારમાં આવેલી છે. દુકાન માલિક પોતાના ત્યાં કામ કરતાં વ્યક્તિને હોટલ કે ઘરે બંગડીઓ બતાવવા કે વેચવા માટે મોકલે છે પણ દરેક પ્રકારની ડિઝાઈન અને રંગ સાથે.

(4:46 pm IST)