Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

' છઠ પૂજા ' : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યમુના નદીના કિનારે છઠ પૂજાપર પ્રતિબંધ મુકવાના રાજ્ય સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર : દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવી : રાજ્ય સરકારના નિર્ણયને બિરદાવ્યો : દિલ્હી સરકારે કોવિદની સ્થિતિ હોવા છતાં છઠ પૂજા કરવા માટે વૈકલ્પિક 800 સાઇટ્સની યાદી અગાઉથી જાહેર કરી હતી

ન્યુદિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યમુના નદીના કિનારે છઠ પૂજાપર પ્રતિબંધ મુકવાના રાજ્ય સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો . જસ્ટિસ રેખા પલ્લીએ અવલોકન કર્યું હતું કે અરજદાર એ નિર્દેશ કરી શક્યા નથી કે ભક્તોને યમુના નદીના કિનારે છઠ પૂજા કરવાનો  કરવાનો અધિકાર છે.

દિલ્હી હાઈકોર્ટે બુધવારે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) અને દિલ્હી સરકાર દ્વારા રાષ્ટ્રીય રાજધાનીમાં યમુના નદીના કિનારે છઠ પૂજાના આચરણ પર પ્રતિબંધ મૂકતી સૂચનાને પડકારતી અરજીને ફગાવી દીધી હતી .

કોર્ટે એ પણ નોંધ્યું હતું કે દિલ્હી સરકારે કોવિડની સ્થિતિ હોવા છતાં છઠ પૂજા કરવા માટે પર્યાપ્ત વૈકલ્પિક સાઇટ્સ પ્રદાન કરી છે અને તે સાઇટ્સને અગાઉથી સૂચિત કરવામાં આવી હતી. તેથી, ચાલુ રોગચાળા દરમિયાન પણ, લોકોની ધાર્મિક લાગણીઓને માન આપવા માટે દિલ્હી સરકારે  કરેલા પ્રયત્નોની પ્રશંસા કરી હતી.

બે ધાર્મિક મંડળો દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે DDMA અને દિલ્હી સરકારે તેમને યમુના નદીના કિનારે છઠ પૂજા કરવા પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે તેમની આસપાસના વિસ્તારથી દૂર સોનિયાબાગ અને વજીરાબાદમાં છઠ પૂજા માટે વૈકલ્પિક સ્થળો જાહેર કર્યા છે.

.અરજીકર્તાએ આક્ષેપ કર્યો હતો કે તેમને યમુના કિનારે છઠ પૂજા કરવા પર પ્રતિબંધ મૂકીને, પ્રતિવાદીઓ બંધારણની કલમ 14, 19 અને 25 હેઠળ બાંયધરી આપવામાં આવેલા ભક્તોના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

સમગ્ર દિલ્હીમાં છઠ પૂજા માટે  રાજ્ય સરકાર દ્વારા 800 સાઇટ્સ નિયુક્ત કરવામાં આવી છે જેમાંથી માત્ર સાત સોનિયા બાગ અને વઝીરાબાદની આસપાસના વિસ્તારમાં આવે છે.

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે અરજી સાચા ઈરાદા સાથે દાખલ કરવામાં આવી નથી અને તેને ફગાવી દેવી જોઈએ.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:49 pm IST)