Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ( CET ) 2021 : ઓવરસીઝ સીટીઝન ઓફ ઇન્ડિયા ( OCI ) સ્ટુડન્ટ્સ NRI ક્વોટા અને સુપરન્યુમરરી સીટો સિવાયની બેઠકો માટે દાવો કરી શકતા નથી : કર્ણાટક હાઈકોર્ટ

બેંગલુરુ : કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ( CET ) 2021 અંતર્ગત ઓવરસીઝ સીટીઝન ઓફ ઇન્ડિયા ( OCI ) સ્ટુડન્ટ્સ સરકારી, નોન-સુપરન્યુમરરી બેઠકોનો દાવો કરી શકતા નથી તેઓ માત્ર NRI ક્વોટા અને સુપરન્યુમરરી  બેઠકો  માટે જ હક્કદાર છે તેવો ચુકાદો કર્ણાટક હાઈકોર્ટએ આપ્યો છે.

જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિતે કેન્દ્ર સરકારના નોટિફિકેશનને ટાંક્યું હતું જે મુજબ OCI કાર્ડધારકોને NRI ક્વોટા અને સુપરન્યુમરરી સીટો હેઠળની બેઠકો સિવાયની કોઈપણ બેઠકો પર તેમનો દાવો કરવાની પરવાનગી નથી., જોકે, તેના અગાઉના વચગાળાના આદેશ દ્વારા અરજદારોને ઉપાર્જિત લાભને જાળવી રાખ્યો હતો જેમાં તેઓને ઓગસ્ટમાં યોજાયેલી CET 2021 માટે હાજર રહેવાની મંજૂરી આપી હતી.

આથી ડિવિઝન બેંચ સમક્ષ અપીલ કરવામાં આવી હતી જેણે દખલ કરવાનો ઇનકાર કર્યો હતો અને અરજીઓનો ઝડપી નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં OCI કાર્ડધારકોને શૈક્ષણિક વર્ષ 2021-22 માટે 2021 નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) માટે સામાન્ય કાઉન્સિલિંગમાં ભાગ લેવાની મંજૂરી આપતા વચગાળાની રાહત આપી હતી.

કોર્ટે અભિપ્રાય આપ્યો હતો કે નોટિફિકેશનનો હેતુ ભારતના મૂળ નિવાસીઓના હિતોનું રક્ષણ કરવાનો હતો જેમની પાસે OCI અને NRIના સંપર્કનો અભાવ છે અને માત્ર સમાનતાના અધિકારનો આહ્વાન કરીને સ્પર્ધા કરી શકાતી નથી. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:46 pm IST)