Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્‍હીની સરહદે પ્રદર્શનમાં સામેલ એક ખેડૂતનો મૃતદેહ ફાંસીના ફંદાથી લટકેલો જોવા મળ્‍યઃ હત્‍યા કે આત્‍મહત્‍યા ? તપાસનો ધમધમાટ

મૃતક ફતેહગઢ સાહિબના અમરોહ તાલુકાના રૂડકી ગામનો હોવાનું ખુલ્‍યુ

Photo: Indiafarmersprotest6

નવી દિલ્હી: કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા છે. આ વચ્ચે સોનીપતના કુંડલી સિંધુ બોર્ડર પર પ્રદર્શનમાં સામેલ એક ખેડૂતનો શબ ફાંસીના ફંદાથી લટકેલો મળ્યો હતો. મૃતક ખેડૂતનું નામ ગુરપ્રીત સિંહ છે. તે પંજાબના ફતેહગઢ સાહિબનો રહેવાસી હતો.

કહેવામાં આવી રહ્યુ છે કે ગુરપ્રીત સિંહ ફતેહગઢ સાહિબના અમરોહ તાલુકાના રૂડકી ગામનો હતો. તે બીકેયુ સિદ્ધપુર સાથે જોડાયેલો હતો. જોકે, હજુ સુધી ખબર પડી નથી કે તેની હત્યા થઇ છે કે આત્મહત્યા. કુંડલી પોલીસ સ્ટેશનની પોલીસ બન્ને એન્ગલથી તપાસ કરી રહી છે. પોલીસે શબને કબાજમાં લઇને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધો છે. પોલીસનું કહેવુ છે કે રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું અસલી કારણ ખબર પડી શકશે.

ખેડૂતોનું અલ્ટિમેટમ, 29મીએ સંસદભવન તરફ કૂચ કરશે

કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા 3 કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોએ 29 નવેમ્બરના રોજ સંસદ તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. 29 નવેમ્બરે દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને એક વર્ષ પૂર્ણ થશે. સંયુક્ત કિસાન મોરચાની 9 સભ્યોની કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યુ કે, 29 નવેમ્બરે ગાઝીપુર અને ટીકરી બોર્ડર ખાતે આંદોલન કરી રહેલા ખેડૂતો સંસદ ભવન તરફ કૂચ કરશે અને પોલીસ તેમને જ્યાં અટકાવશે ત્યાં ધરણા પર બેસી જશે. અગાઉ ખેડૂત સંગઠનોએ ચેતવણી આપી હતી કે જો સરકાર 26 નવેમ્બર સુધીમાં વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા નહીં ખેચે તો અમે આંદોલન આક્રમક બનાવીશુ

(5:56 pm IST)