Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

અહીં કામ ઉપર નહીં પરંતુ નફરત ફેલાવવા ઉપર પદ્મશ્રી મળે છેઃ કંગના રનૌતને નહીં સોનુ સુદને પદ્મશ્રી મળવો જોઇતો હતોઃ કોંગ્રેસના નેતા ઉદિત રાજે મોદી સરકાર સામે સવાલો ઉઠાવ્‍યા

સોશ્‍યલ મીડિયા ઉપર ટ્‍વિટ સામે અનેક કોમેન્‍ટ

Photo: Question-from-Congress-leader-who-received-Padma-Shri-from-Kangana-Ranaut

નવી દિલ્હી: બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતને તાજેતરમાં નેશનલ એવોર્ડ મળ્યો હતો. હવે કંગનાને પદ્મ શ્રી એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કંગનાને પદ્મ શ્રીથી સમ્માનિત કરી હતી. એવામાં સોશિયલ મીડિયા પર કંગનાના નામની ચર્ચા થઇ રહી છે. કંગના રનૌતના ફેન્સ તેની આ સિદ્ધિથી ખુશ છે પણ હેટર્સ કંગના રનૌતને ટ્રોલ કરી રહ્યા છે.

આટલુ જ નહી કંગનાને પદ્મ શ્રી સમ્માન આપવા પર મોદી સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યુ છે. કોંગ્રેસ લીડર ઉદિત રાજે સોશિયલ મીડિયા પર કંગનાને લઇને કટાક્ષ કર્યો છે. ઉદિત રાજે મોદી સરકારને ઘેરતા કહ્યુ કે પદ્મ શ્રી સમ્માન સોનૂ સુદને મળવો જોઇતો હતો.

ઉદિત રાજે એક ટ્વીટ કર્યુ જેમાં તેમણે કહ્યુ- ‘લોકો હેરાન છે કે પદ્મ શ્રી સોનૂ સુદને મળવો જોઇતો હતો મળ્યો કંગના રનૌતને. કઇ દુનિયામાં છો, અહી કામ પર જૂઠ નહી અને નફરત ફેલાવવા પર મળે છે.’ એડિશનલ એડવોકેટ જનરલ ઓફ છત્તીસગઢ અશોક બસોયાએ કહ્યુ- મારો એક સવાલ છે મોદીજી, સોનૂ સુદને કેમ પદ્મ શ્રી આપવામાં ના આવ્યો?

રાઇટર અને પૂર્વ જર્નાલિસ્ટ પ્રીતિ ચૌબેએ પણ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ- ‘જો આ પદ્મ શ્રી કોરોના કાળમાં ગરીબોના મસીહા બનેલા સોનૂ સુદને આપવામાં આવ્યુ હોત તો પદ્મ શ્રીનું માન સમ્માન વધી શકતુ હતુ! પરંતુ આ તો સરકારની ચાપલૂસી કરનારાઓને મળશે.’

આ પોસ્ટને જોઇને સોશિયલ મીડિયા પર અનેક લોકોના રિએક્શન સામે આવ્યા છે. ભારત નામના એક યૂઝરે કોમેન્ટ કરતા કહ્યુ- ‘મારો કોંગ્રેસ સરકારને એક સવાલ છે કે બરખા દત્ત અને રાજદીપ સરદેસાઇને એવોર્ડ કેમ આપવામાં આવ્યો હતો’. ઓમકારનાથ નામના યૂઝરે કહ્યુ- ‘સોનૂ સુદ સાથે વિવાદાસ્પદ મોટા સોદા અને તેની તપાસનું સત્ય સામે આવ્યુ હોઇ શકે છે જે ભૂલને છુપાવવાનો પ્રયાસ પણ લાગે છે. તપાસ દાન ધર્મના ઘણા પહેલા શરૂ થઇ હતી. આ પણ રેકોર્ડ પર છે, ગૂગલ કરીને જોઇ લો.

મહત્વપૂર્ણ છે કે કંગના રનૌતને 8 નવેમ્બર 2021માં પદ્મ શ્રી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કંગના રનૌતને પ્રશસ્તિ પત્ર સાથે પદ્મ શ્રી એવોર્ડ આપ્યો હતો. એવામાં કંગના રનૌતે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે લોકોને જવાબ આપી રહી છે, જેમણે ક્યારેક તેને પૂછ્યુ હતુ કે આ બધુ કેમ કરો છો, પંગા કેમ લો છો?, આ તમારૂ કામ નથી.

(5:55 pm IST)