Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ડિજિટલ પેમેન્ટમાં રહેલી ખામીઓને શોધીને તેને સુધારવા માટેની જાણકારી આપી જીતો ૪૦ લાખ

RBI દ્વારા ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ્યથી વૈશ્વિક હેકથોનનું આયોજન : ૧પમીથી રજીસ્ટ્રેશન

નવી દિલ્હી,તા.૧૦: જો તમે ડિજિટલ પેમેન્ટ કરો છો અને તેમાં રહેલી ખામીઓને શોધીને તેને સુધારવા માટેની જાણકારી આપો છો તો તમે ૪૦ લાખ રૂપિયા જીતી શકો છો. આ કોઈ લોટરી નહીં. પરંતુ તમારા ટેલેન્ટનું ઈનામ છે અને RBI તમને આ ઈનામ આપશે. હકીકતે RBI ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માંગે છે સાથે જ ગ્રાહકો માટે વધારે સુવિધા જનક બનાવવાના ઉદ્દેશ્યથી પોતાનું વૈશ્વિક હેકથોનનું આયોજન કરવા માંગે છે.

RBIએ મંગળવારે આ હેકથોનની જાહેરાત કરતા કહ્રયું કે ડિજિટલ પેમેન્ટને વધુ ચુસ્ત-દુરૂસ્ત બનાવવી તેનો સબ્જેકટ રાખવામાં આવ્યો છે. હાર્બિઝર ૨૦૨૧ નામની આ હેકથોન માટે રજીસ્ટ્રેશન ૧૫ નવેમ્બરથી શરૂ થશે. કેન્દ્રીય બેન્કે કહ્રયું છે કે હેકથોનમાં શામેલ થનાર સહભાગીઓને ડિજિટલ પેમેન્ટથી વંચીત રહી ગયેલા લોકો સુધી કરવા, પેમેન્ટને સરળ બનાવવા અને તેના સાતે જોડાયેલા અનુભવો સારા કરવા સાથે જ ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા સાથે જોડાયેલા મુદ્દાઓની ઓળખ કરવાની સાથે તેમના સોલ્યુશન લાવવાના રહેશે.

RBIએ જણાવ્યું કે,હાર્બિજર ૨૦૨૧નો ભાગ બનવાથી પ્રતિસ્પર્ધીઓને ઉદ્યોગના જાણકારોનું માર્ગદર્શન મળશે અને પોતાના જ્ઞ્ઁઁંર્રુીદ્દજ્ઞ્રુફૂ સ્નંશ્ર્યદ્દજ્ઞ્ંઁસ્ન જોવાનો મોકો મળશે.  એક જ્યુરી દરેક વર્ગમાં વિજેતાઓની પસંદગી કરશે. પહેલું સ્થાન મેળવવા માટે ૪૦ લાખ રૂપિયા આપવામાં આવશે જ્યારે, બીજા સ્થાન પર રહેનાર પ્રતિસ્પર્ધીઓને ૨૦લાખ રૂપિયાનું ઈનામ મળશે.

(3:56 pm IST)