Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

સાંઇ મકરન્દ દવે-૧૩ નવે.ર૧ થી જન્મશતાબ્દિ વર્ષનો આરંભ

મુંબઇ તા. ૧૦ : ડો. અશોક વૈદ્યની એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે સાંઇ મકરન્દ દવેનો જન્મ ૧૩ નવેમ્બર ૧૯રર ની તારીખે ગોંડલમાં થયો એમના સ્વજનો ચાહકી, મિત્રો અને પરિચિતો દ્વારા તારીખ ૧૩ નવેમ્બર ર૦ર૧ થી આરંભ કરી તારીખ ૧૩ નવેમ્બર ર૦રર પર્યન્ત અનેક પાસાંઓ જન્મશતાબ્દિ વર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ છે. સાંઇ-કવિનાં જીવનના અનેક પાસાંઓ હતા. અગણિત સાહિત્યકાર, કવિ, પત્રકાર, શિક્ષક, પ્રાધ્યાપક, કલાકાર, અર્થશાસ્ત્રી, સાધક, વૈજ્ઞાનિક, ભજનિક, સમાજસેવક, રાજનીતીજ્ઞ, અમલદાર, ઉદ્યોગપતિ, યોગી, ભકત, ગૃહનારી, સજ્જન યુવક, યુવતી, બાળકો ઇ.એમના પ્રત્યક્ષ કે પરોક્ષ પરિચયમાં આવેલા. ઉગતી પેઢીને એમના જીવન-પ્રદાનનો ખ્યાલ આવે એ માટે એમના પત્રો, અપ્રકાશિત કાવ્યો. લેખો, પુસ્તકો, ફોટો, વિડીયો સર્વ પાસેથી મેળવીએ સઘળું સાહિતય, સ્મૃતિ-વસ્તુ ઇત્યાદિ વ્યવસ્થિત એકત્ર કરવાએ શતાબ્દિ પર્વનું એક ધ્યેય છે. બીજી પ્રવૃત્તિઓ આરંભાઇ છે. સર્વને વિનંતી છે કે એમને ઉપર્યુકત જે પણ મોકલવા હોય તો તેઓએ નીચેના સરનામાઓમાંથી કોઇપણ એકનો સંપર્ક કરવા વિનંતી છે.

૧. શ્રીમતિ ઝેનીશ ધોલીયા, કસ્તુરબા હેલ્થ સોસાયટી-મેડીકલ રિસર્ચ સેન્ટર, ૧૭ ખંડુભાઇ દેસાઇ રોડ, વિલેપાર્લે (પશ્ચિમ) મુંબઇ ૪૦૦૦પ૬ મહારાષ્ટ્ર.ઇ-મેલ Zdholia (a gmail.com  મો. ૦૯૮૧૯ ૦ર૯૭૭પ

ર. શ્રી અરવિન્દભાઇ, નંદિગામ ટ્રસ્ટ, વલસાડ-ધરમપુર માર્ગ.પો.વાંકલ ૩૯૬૦પપ જિ.વલસાડ, ગુજરાત ઇ.મેલ nandigrmtust@gmail.com

મો. ૦૯પ૭૦૦ર૯૩ ડો. નિરંજન રાજયગુરૂ સત નિર્વાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ આનંદઆશ્રમ, ઘોઘાવદર, તા.ગોંડલ જિ. રાજકોટ, ગુજરાત ઇ.મેલ satnirvandation @ gmail.com

મો.૦૯૮ર૪૩ ૭૧૯૦૪ ગુજરાત ૪.ડી રીનાબહેન, પ્ર.દવે, શ્રી બાબુભાઇ પ્રા.વેધ સ્મારક ટ્રસ્ટ, નિંજરી, ૧, માસ્તર સોસાયટી, રાજકોટ, ૩૬૦૦૦ર

ઇ.મેલ davereena0204 gmail.com મો. ૦૮૭૮૦ ૬૪૦પ૧૭

(3:26 pm IST)