Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

પી.એમ.મોદી ૧ લાખ કરોડથી વધુની પરિયોજનાનું કરશે લોકાર્પણ

આગામી દોઢ મહિનામાં યુપીમાં થશે ભેટોનો વરસાદ

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનાર વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર થઈ ચૂકેલ ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આગામી દોઢ મહિનામાં પ્રદેશને ઘણી મોટી ભેટો મળવાની છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નવેમ્બર અને ડિસેમ્બરના મહિનામાં ઉત્તર પ્રદેશને ૧ લાખ કરોડ રૂપિયાથી વધુ રાજ્ય અને કેન્દ્રીય પરિયોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ માટે તૈયાર છે. હાલ ગૃહમંત્રી અમિત શાહ સી.એમ. યોગી સાથે સપા અધ્યક્ષ અખિલેશ યાદવના ગઢ આઝમગઢમાં રાજ્ય વિશ્વવિદ્યાલયની આધારશિલા રાખશે. અમિત શાહ અહીં એક જનસભાને પણ સંબોધશે.

જેવર આન્ટરનેશનલ એરપોર્ટની રાકશે આધારશિલા

પી.એમ. મોદી દ્વારા યૂપીમાં શુભારંભ કરવામાં આવેલ પ્રમુખ પરિયોજનાઓમાં જેવર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. જેવર એરપોર્ટ લગભગ ૫૦૦૦ હેકટર ક્ષેત્રમાં ફેલાયેલ છે. જેને જ્યૂરિખ ઈન્ટરનેશનલ એરપોર્ટ એજી દ્વારા ૨૯ હજાર કરોડથી વધુ ખર્ચ કરી તૈયાર કરવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે, સ્વિસ એરપોર્ટ કંપનીએ નવેમ્બર ૨૦૧૯માં જેવર એરપોર્ટ તૈયાર કરવા બોલી જીતી હતી. જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ ૨૦૨૪માં શરૂ થવાની સંભાવના છે.

ઉદ્ધાટન માટે તૈયાર છે વિશ્વનાથ કોરિડોર પરિયોજના

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં મહત્વપૂર્ણ કાશી વિશ્વનાથ કોરિડોર પરિયોજના પણ ઉદ્ધાટન માટે તૈયાર છે. આ પરિયોજનાના ભાગ રૂપે એક વ્યાપક માર્ગ ગંગા નદીના તટબંધને વિશ્વનાથ મંદિરથી જોડશે. ૪૦૦ કરોડની આ પરિયોજનાને ૨૦૧૯માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત એક સંગ્રહાલય, એક ધ્યાનમંચ અને કાફેટેરિયા જેવી અન્ય સુવિધાઓ છે. આ ઉપરાંત આ યોજનાની હેઠળ કોરિડોર સાથે જ જૂના મંદિરોનો પણ ઝીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.

આ યોજનાઓનું પી.એમ. મોદી કરશે લોકાર્પણ અને શુભારંભ

પી.એમ. મોદી ઉત્તરપ્રદેશમાં જે યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે તે યોજનામાં પૂર્વાચલ એકસપ્રેસ-વે, કાશી વિશ્વનાથ કોરિડોર પરિયોજના, ગંગા એકસપ્રેસ-વે, એક ફિલ્મ સિટી યોજના, પ્રસ્તાવિત ડિફેંસ કોરિડોરના ઝાંસી નોડમાં એક નિર્માણ વગેરે સામેલ છે. આ ઉપરાંત ગોરખપુરમાં ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનનો પણ સમાવેશ થાય છે.

૧૬ નવેમ્બરના જનતાને સમર્પિત કરશે પૂર્વાચલ એકસપ્રસ-વે

મળતી માહિતી અનુસાર, પી.એમ. મોદી આગામી ૧૬ નવેમ્બરના લગભગ ૪૨ હજાર કરોડના ખર્ચે બનેલ યુપીના સી.એમ. યોગી આદિત્યનાથની મહત્વાકાંક્ષી યોજના પૂર્વાચલ એકસપ્રેસ-વે જનતાને સમર્પિત કરશે. પી.એમ. મોદીએ યુપીમાં યોગી સરકાર આવ્યા બાદ ૨૦૧૮માં પૂર્વાચલ એકસપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો હતો.

(3:21 pm IST)