Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

દિલ્હીમાં યમુના નદી એકદમ પ્રદૂષીત : છતા ભાવિકો આજે ડુબકી લગાવવા મજબુર

નવી દિલ્હી,તા. ૧૦ : લોક આસ્થાના મહાપર્વ એવા છઠ પુજામાં આજે સાંજે ડુબતા સુર્યને અર્ધ્ય આપવા ભાવિકો પ્રદૂષિત યમુના નદીમાં ડુબકી લગાવવા મજબુર બન્યા છે. ઉપરાંત રાજધાનીમાં વાયુ પ્રદૂષણની સ્થિતી પણ ચિંતાજનક સ્તરે છે. આજે દિલ્હીનો એકયુઆઇ ૩૮૨ નોંધાયેલ, જે એકદમ ખરાબ હવા દર્શાવે છે. લોકોને સમજાતુ નથી કે આનાથી બચવા શુ કરવું. આવનાર ૩-૪ દિવસ આવી જ સ્થિતી રહેનાર છે. યુપી પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના રીજનલ ઓફીસર ઉત્સવ શર્મા મુજબ પંજાબ તરફથી પવન ફુંકાય રહ્યા છે. એટલે ત્યાં બાળવામાં આવતી પરાલીનો ધુમાડો દિલ્હી એનસીઆરમાં આવી રહ્યો છે.

(3:20 pm IST)