Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ફડણવીસે અંડરવર્લ્ડના લોકોને સરકારી પદ આપીને કરાવી ખંડણીઃ નવાબ મલિક

મહારાષ્ટ્રમાં ડુપ્લિકેટ નોટનો ધંધો દેવેન્દ્ર ફડણવીસના સંરક્ષણમાં ચાલતો'તો

મુંબઇ, તા.૧૦: મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે બુધવારે એક વાર ફરી પ્રેસ કોન્ફ્રેન્સ કરીને રાજયના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું છે. નવાબ મલિકે પૂછ્યું કે, દેવેન્દ્રજી તમે મુખ્યમંત્રી હોવા છતાં અંડરવર્લ્ડ સાથે જોડાયેલા લોકોને સરકારી કમિશનોના પ્રમુખ કેમ બનાવ્યા? પહેલા દાગી મુન્ના યાદવ, જેને કન્સ્ટ્રકશન બોર્ડના અધ્યક્ષ બનાવ્યા. હૈદર આઝમને મૌલાના આર્થિક બોર્ડના અધ્યક્ષ બનાવ્યા. શું તે બાંગ્લેદેશીઓને મુંબઇમાં વસાવવાનું કામ નથી કરતો? હૈદર આઝમની પત્ની પર બાંગ્લાદેશી હોવાનો આરોપ છે તેની તપાસ તમે અટકાવી કે નહીં?

આની સાથે જ નવાબ મલિકે આરોપ મૂકયો કે મહારાષ્ટ્રમાં ડુપ્લિકેટ નોટનો ધંધો દેવેન્દ્ર ફડણવીસના સંરક્ષણમાં ચાલતું રહ્યું. પ્રેસ કાઙ્ખન્ફ્રેન્સને સંબોધિત કરતા મલિકે કહ્યું, જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નોટબંધી કરી હતી તો તેમણે કહ્યું હતું કે આથી કાળું નાણું અને આતંકવાદ અટકવાની સાથે જ ડુપ્લિકેટ નોટનો ધંધો પણ ખતમ થઈ જશે. આ દરમિયાન બધા રાજયો પાસેથી ડુપ્લિકેટ નોટ મળી, પણ મહારાષ્ટ્રમાંથી નહીં.

તેમણે કહ્યું, નોટબંધી પછી ૮ આઙ્ખકટોબર ૨૦૧૭ સુધી મહારાષ્ટ્રમાં એક વર્ષ સુધી ડુપ્લિકેટ નોટનો એક પણ મામલો સામે આવ્યો નહીં. કારણકે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ડુપ્લિકેટ નોટોનો ખેલ રચાતો રહ્યો. ૮ ઓકટોબર ૨૦૧૭ના ડિરેકટર ઇન્ટેલિજેન્સ રેવેન્યૂએ એક છાપેમારી કરીને ૧૪ કરોડ ૫૬ લાખ રૂપિયાના ડુપ્લિકેટ નોટ પકડ્યા હતા, પણ તે મામલો રફાદફા કરવા માટે ફડણવીસે મદદ કરવાનું કામ કર્યું. આ મામલે એક મુંબઇથી, એક પુણેથી ઇમરાન આલમ શેખ અને એક નવી મુંબઇથી ધરપકડ થઈ, પણ ૧૪ કરોડ ૫૬ લાખના ડુપ્લિકેટ નોટને ૮ લાખ ૮૦ હજાર રૂપિયા જણાવીને મામલો દબાવી દેવામાં આવ્યો.

સાથે જ તેમણે કહ્યું, પાકિસ્તાનના ડુપ્લિકેટ નોટ ભારતમાં ચાલ્યા, કેસ નોંધાય. તેમાં થોડાક દિવસમાં જામીન થઈ જાય છે. કેસ NIAના નથી આપવામાં આવતો. કેસની અંતિમ તપાસ વધતી નથી. કારણકે આ ડુપ્લિકેટ નોટનું રેકેટ ચલાવી રહ્યા હતા, તેમણે તત્કાલીન સરકારનું સંરક્ષણ હતું. પછી સ્ટોરી બનાવી દેવામાં આવી કે તે કોંગ્રેસના નેતા છે. પણ તે કયારેય કોંગ્રેસનો નેતા હતો જ નહીં. રમત હતી કે પકડાઇ જાય તો કોંગ્રેસ પર બિલ ફાડી દેવું.

મંત્રી નવાબ મલિકે સાથે જ કહ્યું, 'જે ઇમરાન આલમ શેખની પુણેથી ધરપકડ કરી હતી. તેમના ભાઈ હાજી અરાફાત શેખને મહારાષ્ટ્ર અલ્પસંખ્યક આયોગના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે રાજકારણનું સંપૂર્ણ રીતે અપરાધીકરણ કરી દેવામાં આવ્યું.

સાથે જ તેમણે કહ્યું કે, 'અમે તમને પૂછવા માગીએ છીએ કે રિયાઝ ભાટી કોણ છે? આખું શહેર જાણે છે કે રિયાઝ ભાટી કોણ છે? બે પાસપાઙ્ખર્ટ સાથે પકડાયો, જેને પછીથી છોડી દેવામાં આવ્યું, તે તમારા ડિનર ટેબર પર કેવી રીતે જોવા મળ્યો? વડાપ્રધાન પર અમે આરોપ નથી મૂકી રહ્યા પણ સ્ક્રૂટિની વગર રિયાઝ ભાટી તેમના સુધી કેવી રીતે પહોંચી ગયો? રિયાઝ ભાટી દાઉદનો માણસ છે. તેમના વિરુદ્ઘ કેસ નોંધાયેલા છે. તમે રિયાઝ ભાટી દ્વારા ખંડણીનું કામ કર્યું.

મંત્રી નવાબ મલિકે કહ્યું, મુન્ના યાદવ પર ડુપ્લિકેટ નોટનો કેસ દાખલ છે. ૧૪ કરોડ ૫૬ લાખના ડુપ્લિકેટ નોટ પકડાયા. પછી તેમની જામીન આટલા ઝડપથી કેવી રીતે થઈ ગઈ? આ સંજોગ છે કે તે કેસના ઇન્ચાર્જ પણ સમીર વાનખેડે જ હતા. ત્યારે તે સમીર વાનખેડે ડીઆરઆઇમાં જાઙ્ખઇન્ટ કમિશનર હતા, તે બધી કાર્યવાહી DRI એ કરી હતી.

(3:19 pm IST)