Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

મહારાષ્ટ્રની રુચા બની દુનિયામાં સૌથી વધુ આઈકયૂ ધરાવતી વ્યકિત

મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનને પણ પાછળ પાડયા

મુંબઈ, તા.૧૦: મૂળ મહારાષ્ટ્રના નાગપુરની અને હાલમાં પોતાના માતા પિતા સાથે સ્કોટલેન્ડમાં રહેતી રુચા ચાંદોરકર દુનિયામાં સૌથી વધુ આઈકયુ ધરાવતી વ્યકિત બની ગઈ છે.

આઈકયુ ટેસ્ટમાં તેણે ૧૬૨દ્ગટ સ્કોર મેળવીને મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને પણ પાછળ રાખી દીધા છે.આઈન્સ્ટાઈનનો આઈકયૂ ૧૬૦ હતો. રુચા ૧૬૨ના સ્કોર સાથે આ ટેસ્ટમાં સૌથી વધુ સ્કોર કરનાર વ્યકિત બની ગઈ છે.

રુચાના મોટાભાઈ અખિલેશને પણ આ જ આઈકયૂ ટેસ્ટમાં ૨૦૧૬માં ૧૬૦નો સ્કોર મળ્યો હતો.જોકે રુચાએ પોતાના ભાઈને પણ પાછળ રાખી દીધો છે.રુચાના પિતા રુત્વિક અને માતા સોનાલી આઈટી સેકટરમાં કામ કરે છે અને ૨૦૧૯માં આ પરિવાર સ્કોટલેન્ડ જતો રહ્યો હતો.રુચાનુ કહેવુ છે કે, મારા ભાઈએ જયારે ટેસ્ટ આપ્યો ત્યારે મેં નક્કી કરી લીધુ હતુ કે, હું ૧૧ વર્ષની થઈશ ત્યારે આ ટેસ્ટ આપીશ.હું પરીક્ષા આપ્યા બાદ ૧૩૦ના સ્કોરની આશા રાખી રહી હતી પણ જયારે મેં ૧૬૨નો સ્કોર જોયો તો હું ચોંકી ગઈ હતી.માતા પિતા કહે છે કે, અમારી દીકરી એવી વસ્તુઓ પહેલેથી કરતી આવી છે જે તેની ઉંમરના બાળકો સામાન્ય રીતે કરતા નથી.તે પહેલેથી જ ટેલેન્ટેડ છે.

આઈકયૂ નક્કી કરવા માટે લેવાતો ટેસ્ટ મેન્સા નામના સંગઠન દ્વારા યોજાય છે.

(3:19 pm IST)