Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ટેન્કર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧ર લોકો જીવતા ભૂંજાયા

રાજસ્થાનના જોધપુર-બાડમેર હાઇવે પર

જોધપુર, તા.૧૦: રાજસ્થાનના બાડમેર-જોધપુર હાઈવે પર એક ભયંકર અકસ્માત સર્જાયો છે. જે અકસ્માતમાં બસ ટેંકર અને બસ એકબીજા સાથે ધડાકાભેર અથડાયા જેના કારણે ઘટના સ્થળેજ ૧૨ લોકોના આગની ઝપેટમાં આવી ગયા જેથી તેમના મોત થયા છે. આ અકસ્માતને લઈને હાઈવે પર પણ મોટા પ્રમાણમાં ટ્રાફીક જામ થઈ ગયો હતો.

આ અકસ્માતમાં એવી માહિતી સામે આવી છે કે ટેન્કરે ટક્કર મારી જેના કારણે આગ લાગી હતી. બસમાં કુલ ૨૫ મુસાફરો સવાર હતા. જેમા ૧૦ લોકોને સફળતાથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો પણ સ્થળે પહોચ્યા હતો જ્યા તેમણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બસમાં સવાર એક યાત્રીના કહેવા પ્રમાણે સવારે ૯.૫૫ના સમયે બસ બાલોતરાથી રવાના થઈ હતી. તે સમયે રોન્ગ સાઈડમાં આવી રહેલા ટેન્કરે બસને ટક્કર મારીદીધી જેના કારણે બસમાં અચાનક આગ લાગી હતી. જેમા ગણતરીની મિનિટોમાં આખી બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી. જોકે તેજ સમયે ૧૦ લોકોને સલામત રીતે બસની બહાર કાઢવામાં આવ્યા હતા.  ઘટનાની જાણ થતાજ પોલીસ અને પ્રશાસન તુરંત સ્થળ પર પહોંચ્યા હતા. સાથેજ સ્થળ પર રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરાંત જે પણ લોકોના આ અકસ્માતમાં મોત થયા છે. તેમના મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્રયા છે.

(2:40 pm IST)