Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

સિંધુ બોર્ડર પર ફાંસીથી લટકેલો ખેડૂતનો મૃતદેહ મળ્યો

પોલીસ તપાસ શરૂ : મૃતક ખેડુતનું નામ ગુરપ્રીતસિંહ

નવી દિલ્હી તા. ૧૦ : કેન્દ્રના નવા કૃષિ કાયદા સામે ખેડૂતો દિલ્હી-પંજાબની સિંઘુ બોર્ડર પર લગભગ એક વર્ષથી બેઠા છે. આજે આ સિંઘુ બોર્ડર પર એક ખેડૂતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરનાર ખેડૂતનું નામ ગુરપ્રીત સિંહ જણાવવામાં આવી રહ્યું છે, જે પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લાનો રહેવાસી હતો. હાલમાં આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી.

કુંડલી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. મૃતક ખેડૂત ગ્ધ્શ્ સિદ્ઘપુરનો હતો. જગજીત સિંહ ધલેવાલ આ યુનિયનના વડા છે. મૃતક ખેડૂત ગુરપ્રીત સિંહ અમરોહ જિલ્લાના ગામ રૂરકી તહસીલના ફતેહગઢ સાહિબનો રહેવાસી હતા.

કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરુદ્ઘ યુપી, પંજાબ અને હરિયાણાના ખેડૂતો છેલ્લા એક વર્ષથી દિલ્હીની ગાઝીપુર, ટિકરી અને સિંઘુ બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે સરકારે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવા જોઈએ. સાથે જ સરકાર ખેડૂતોની માંગણી સ્વીકારવાના મૂડમાં નથી. ખેડૂત અને સરકાર વચ્ચે અત્યાર સુધી વાટાઘાટોના અનેક રાઉન્ડ થયા છે, પરંતુ બેઠક અનિર્ણિત રહી હતી.

(12:48 pm IST)