Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

INX મીડિયા કેસ : આરોપીઓને દસ્તાવેજોની ચકાસણી કરવાનો અધિકાર છે : પૂર્વ કેન્દ્રીય મિનિસ્ટર પી. ચિદમ્બરમ સહિતના આરોપીઓને દસ્તાવેજ ચકાસવાની મંજૂરી આપતા ટ્રાયલ કોર્ટના આદેશને CBI એ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો : નામદાર કોર્ટે CBIની અરજી ફગાવી

ન્યુદિલ્હી : દિલ્હી હાઈકોર્ટે INX મીડિયા કેસની તપાસ કરતી વખતે એજન્સી દ્વારા એકત્રિત કરવામાં આવેલા માલખાના રૂમમાં રાખવામાં આવેલા દસ્તાવેજોની તપાસ કરવા માટે ભૂતપૂર્વ પ્રધાન પી. ચિદમ્બરમ સહિતના આરોપીઓને મંજૂરી આપવાના નિર્દેશ આપતા વિશેષ ન્યાયાધીશના આદેશને પડકારતી CBIની અરજીને ફગાવી દીધી છે.

જસ્ટિસ મુક્તા ગુપ્તાએ ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને ટાંક્યો હતો. તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

 

(12:38 pm IST)