Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

યુનેસ્કો દ્વારા શ્રીનગરને ક્રિએટીવ સીટી જાહેર કરાયુઃ શિલ્પ-લોકકળા શ્રેણીમાં સામેલ

નવી દિલ્હી તા. ૧૦: જમ્મુ-કાશ્મીરનું શ્રીનગર હવે ક્રિએટીવ સીટી બની ગયું છે. યુનેસ્કોએ વિશ્વના ૪૯ શહેરોને ક્રિએટીવ સીટી ઓફ નેટવર્કની વિભીન્ન શ્રેણીમાં સામેલ કર્યા છે. જેમાં શ્રીનગરને હસ્તશિલ્પ અને લોકકલા શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. જેથી વૈશ્વીક સ્તરે શ્રીનગરની સદીઓ જુની શિલ્પ અને જમ્મુ-કાશ્મીરની વિરાસતને મોટી ઓળખ મળશે.

યુનેસ્કો દ્વારા શ્રીનગરને સામેલ કરાતા નરેન્દ્રભાઇએ પણ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવેલ. ભારતીય રાષ્ટ્રીય આયોગે ર૦૧૯માં નામાંકન માટે શ્રીનગરનું નામ મોકલેલ પણ સામેલ ન કરાયેલ. ક્રિએટીવ સીટી ઓફ નેટવર્કમાં સંગીત, કળા, લોકશિલ્પ, ડીઝાઇન, સીનેમા, સાહિત્ય અને પાકકળા સામેલ છે.ર૦૧૯માં યુનેસ્કોએ મુંબઇળને ફિલ્મ તથા હૈદ્રાબાદને પાકકળા માટે પસંદ કરેલ. ર૦૧પમાં શિલ્પ અને લોકકળામાં જયપુર અને ર૦૧૭માં સંગીતના રચનાત્મક શહેર તરીકે વારાણસી અને ચેન્નઇને સામેલ કરાયેલ.યુનેસ્કોએ વૈશ્વીક મંચ ઉપર શ્રીનગરને હસ્તશીલ્પ અને લોકકળામાં સામેલ કર્યું છે. યાદીમાં બોહીકોન, દોહા, જકાર્તા, આબુ ધાબી અને પોર્ટ લુઇસ નવા શહેરો છે. ક્રિએટીવ સીટી ઓફ નેટવર્કની યાદીમાં હવે ૯૦ દેશના ર૯પ શહેરો સામેલ થઇ ગયા છે.

(12:34 pm IST)